India A Squad Tri Series: BCCI દ્વારા આગામી ત્રિ-શ્રેણી (Tri-Series) માટે 'ઈન્ડિયા A' ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 9 જૂનથી 21 જૂન દરમિયાન અફઘાનિસ્તાન A અને શ્રીલંકા A સામે રમાનારી આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ઈજાગ્રસ્ત રિયાન પરાગની જગ્યાએ ટીમમાં અનુભવી બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવ્યો છે અને તેને વાઇસ કેપ્ટનની મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે. જ્યારે આ ત્રિ-શ્રેણીમાં ઈન્ડિયા A ની કમાન યુવા સ્ટાર તિલક વર્માના હાથમાં રહેશે.

Continues below advertisement

તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં આ ત્રિ-શ્રેણી માટે રિયાન પરાગને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ, BCCI ના સત્તાવાર નિવેદન મુજબ, પરાગને હેમસ્ટ્રિંગની ઈજા થતાં તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે અને તેની જ જગ્યાએ હવે રુતુરાજ ગાયકવાડ ટીમ સાથે જોડાશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ પૂરી થયેલી IPL 2026 માં રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી હતી અને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી હતી, જોકે ક્વોલિફાયર 2 માં તેમને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Continues below advertisement

આ સિરીઝ માટેની ટીમ પર નજર કરીએ તો, તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ એકદમ યુવા અને મજબૂત ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં યુવા સનસની વૈભવ સૂર્યવંશીએ પણ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વૈભવે નવેમ્બર 2025 માં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ઈન્ડિયા A માટે ડેબ્યૂ કર્યું હતું. એ ટૂર્નામેન્ટમાં તેણે UAE સામે માત્ર 42 બોલમાં 144 રનની તોફાની અને ઐતિહાસિક ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ડંકો વગાડ્યો હતો. IPL 2026 માં પણ વૈભવનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

ત્રિ-શ્રેણી માટે ઈન્ડિયા A ની સંપૂર્ણ ટીમ આ મુજબ છે:

તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન અને અનુકુલ રોય.

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ