યુવરાજે બે દિવસ પહેલા કોરોના વાયરસ વિરુદ્ધ જાગૃતતા અભિયાન અંતર્ગત ‘કીપ ઇટ અપ’ (#KeepItUp) ચેલેન્જ લીધી હતી. આમાં યુવરાજ બૉલને બેટના કિનારાથી ઉછાળી રહ્યો હતો, તેને આ પછી સચિન, હરભજન સિંહ અને રોહિત શર્માને આ ચેલેન્જ આપી હતી.
સચિને શનિવાર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પૉસ્ટ કર્યો, આમાં સચિને યુવરાજે આપેલી ચેલેન્જને વધારે મુશ્કેલ બનાવી અને આંખો પર કપડાની પટ્ટી બાંધીને તે ચેલેન્જને આસાનીથી પુરી કરી.
આ દરમિયાન સચિને યુવરાજને કહ્યું- યુવી તે બહુજ આસાન ઓપ્શન આપ્યો હતો, એટલા માટે મે તને થોડો મુશ્કેલ વિકલ્પ આપ્યો હતો. તને આના માટે નૉમિનેટ કરી રહ્યો છું.