આગામી મહિને સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ મેદાન પર કરશે વાપસી, આ ટી20 ટૂર્નામેન્ટમાં લેશે ભાગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Feb 2021 11:09 AM (IST)
આયોજકોએ તેની જાહેરાત કરતાં કહ્યું કે, બાકીની તમામ મેચ રાયપુરમાં 65,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નવનિર્મિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાદ, બ્રાયન લારા અને મુથૈયા મુરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટર આગામી મહિને 02થી 21 માર્ચ સુધી રાયપુરમાં રમાવા જઈ રહેલ ‘અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી20’થી ફરી એક વખત મેદાન પર વાપસી કરશે. આ પહેલા સીઝનની ચાર મેચ બાદ કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષે 11 માર્ચ બાદ સસ્પેન્ડ કરવામાં આવી હતી. આયોજકોએ તેની જાહેરાત કરતાં કહ્યું કે, બાકીની તમામ મેચ રાયપુરમાં 65,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નવનિર્મિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મીડિયા રિલીઝ અનુસાર, ‘સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરનની સાથે ક્રિકેટ રમનાર પાંચ દેશોના અનેક અને પૂર્વ દિગ્ગજ આ વર્ષે ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જોવા મળશે. તેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ અને મેજબાન ભારતના પૂર્વ ક્રિકેટર ભાગ લેશે. તેનું આયોજન દેશમાં રોડ સુરક્ષાને લઈને જાગરૂકતા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું છે.’ તેમણે કહ્યું, ‘જોકે દેશમાં ક્રિકેટ સૌથી વધારે લોકપ્રિય રતમ છે અને અહીં ક્રિકેટરોને આદર્શન હીરો તરીકે જોવામાં આવે છે. એવામાં આ લીગનો ઉદ્દેશ રસ્તા પર પોતાના વ્યવહાર પ્રત્યે લોકોની માનસિકતામાં બદલાવ લાવવા માટે છે.’ છત્તીસગઠના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે, ‘રોડ સુરક્ષા વિશ્વ શ્રેણી ટી20’ દરમિયાન રાયપુરમાં દિગ્ગજોની મેજબાની કરવી એ ગૌરવ અને સન્માનની વાત છે. તેમણે કહ્યું, ‘ આ એક અદ્ભુત અવધારણા છે અને લોકોને રસ્તા પર થનારા જોમ વિશે જાગરૂત કરવામાં આવે. એ ખૂબજ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારતીય રોડ પર દરક ચાર મિનિટે એક વ્યક્તિનુ મોત થાય છે.