Who is Salil Arora: સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહેલા સલિલ અરોરાએ મુંબઈ ઇન્ડિયન્સ સામે 30 રનની ઇનિંગમાં પણ ફેન્સના દિલ જીતી લીધા. 244 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા અભિષેક શર્મા (45) અને ટ્રેવિસ હેડે (76) શાનદાર શરૂઆત અપાવી હતી, હેનરિક ક્લાસેન અને સલિલે મેચ સારી રીતે ફિનિશ કરી અને પોતાની ટીમને જીત અપાવી. સલિલે જસપ્રીત બુમરાહના બોલ પર 'નો લુક શોટ' લગાવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

સલિલ અરોરાએ 10 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 30 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહ દ્વારા ફેંકવામાં આવેલી 18મી ઓવરના ચોથા બોલ પર સલિલે 'નો લુક સિક્સ' ફટકારી. જોકે બુમરાહ આખી મેચમાં લાઇન લેન્થથી ભટકેલો જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 13.50ની ઇકોનોમીથી 54 રન લૂંટાવ્યા.

 

કોણ છે સલિલ અરોરા?

સલિલ અરોરાનો જન્મ 7 નવેમ્બર, 2002 ના રોજ અમૃતસર (પંજાબ) માં થયો હતો. તે ડોમેસ્ટિકમાં પંજાબ માટે રમે છે. તે વિકેટકીપર બેટ્સમેન છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 14 ઇનિંગ્સમાં 458 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે. લિસ્ટ એની 2 ઇનિંગ્સમાં તેણે 74 રન બનાવ્યા છે. T20 ની 16 ઇનિંગ્સમાં તેણે 452 રન બનાવ્યા છે, તેનો સ્ટ્રાઈક રેટ 192 નો છે. T20 માં તે એક સદી પણ ફટકારી ચૂક્યો છે. સલિલની આઈપીએલ ઓક્શનમાં બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી, પરંતુ SRH એ તેને કરોડથી વધુમાં ખરીદ્યો.

આ પણ વાંચો....IPL Points Table 2026: હૈદરાબાદે સતત પાંચમી જીત સાથે લગાવી છલાંગ, મુંબઈની શું છે સ્થિતિ?

સલિલ અરોરાની આઈપીએલ ઓક્શનમાં બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી, સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. એટલે કે માત્ર SRH જ નહીં પરંતુ અન્ય ટીમો પણ તેને ખરીદવામાં રસ દાખવી રહી હતી. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 39 બોલમાં સદી ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.

સલિલ અરોરાએ 28 માર્ચે RCB સામે રમતા IPL ડેબ્યૂ કર્યું. તેનો રોલ એક ફિનિશરનો છે, જે તેણે પાછલી મેચમાં ખૂબ સારી રીતે નિભાવ્યો. અત્યાર સુધી રમાયેલી 7 ઇનિંગ્સમાં તેણે 93 રન બનાવ્યા છે. તેણે 8 છગ્ગા અને 6 ચોગ્ગા લગાવ્યા છે.