Sanju Samson Injury: ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં સંજુને તેની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે હવે લગભગ 5 થી 6 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. આ રીતે તે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાંથી બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત જણાય છે. આ ઈજા IPL 2025માં પણ સંજુ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી T20માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સંજુને બેટિંગ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી અને તે ફિલ્ડિંગ માટે મેદાન પર આવ્યો ન હતો. સંજુની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપર તરીકે જવાબદારી સંભાળી હતી.
બીસીસીઆઈના સૂત્રએ ન્યૂઝ એજન્સી 'પીટીઆઈ' સાથે વાત કરતા કહ્યું, "સેમસનને તેના જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર છે. તેને યોગ્ય રીતે નેટ શરૂ કરવામાં પાંચથી છ અઠવાડિયાનો સમય લાગશે. તેથી, તે 8-12 ફેબ્રુઆરી સુધી કેરળ માટે પુણેમાં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ રમવાની કોઈ શક્યતા નથી.
તમને જણાવી દઈએ કે કેરળની ટીમ રણજી ટ્રોફી 2024-25ની ક્વાર્ટર ફાઈનલ મેચ જમ્મુ અને કાશ્મીર સામે 8 થી 12 ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્રના પુણેમાં પુણે ક્રિકેટ એસોસિએશનમાં રમશે.
શું IPL 2025માંથી પણ પત્તુ કપાશે?
સંજુને આઈપીએલમાંથી હટાવવો મુશ્કેલ લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટૂર્નામેન્ટ દ્વારા વાપસી કરી શકે છે. બીસીસીઆઈના એક સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, "એવી તમામ સંભાવનાઓ છે કે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે તેની વાપસી થશે."
સંજુ સેમસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
નોંધનીય છે કે સંજુ સેમસને અત્યાર સુધી 16 ODI અને 42 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ODIની 14 ઇનિંગ્સમાં તેણે 56.66ની એવરેજથી 510 રન બનાવ્યા હતા. આ સિવાય T20 ઇન્ટરનેશનલની 38 ઇનિંગ્સમાં સંજુએ 25.32ની એવરેજ અને 152.38ની સ્ટ્રાઇક રેટથી 861 રન બનાવ્યા છે. સંજુ સેમસન ખૂબ જ શાનદાર ઓપનિંગ બેટ્સમેન છે. સંજૂ સેમસન મેદાનમાં દરેક જગ્યાએ શોર્ટ ફટકારી શકે છે.
U-19 WT20 WC: ભારતીય ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ, ટી20 વર્લ્ડકપ જીતવા પર BCCI એ આપ્યા કરોડો રૂપિયા