Sanju Samson Century T20I: સંજૂ સેમસને દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં રમાયેલા પ્રથમ ટી20 મેચમાં સેન્ચુરી ફટકારી છે. તેણે 47 બોલમાં સેન્ચરી પૂરી કરી. આની સાથે સેમસન આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટના ઇતિહાસમાં સતત બે ઇનિંગમાં સેન્ચુરી મારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયા છે. સેમસને આ પહેલાં બાંગ્લાદેશ સામેની સીરીઝના છેલ્લા મેચમાં 111 રનની ઇનિંગ રમી હતી. હવે તેની આ જ ઇનિંગમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરી ફટકારી છે.


સંજૂ સેમસને અભિષેક શર્મા સાથે મળીને ટીમ ઇન્ડિયાના ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. અભિષેક માત્ર 7 રન બનાવીને પવેલિયનમાં પરત ફર્યા હતા, પરંતુ સેમસન બીજા છેડે ક્રીઝ પર ટકી રહ્યો. આ દરમિયાન તેમણે 27 બોલમાં તેના 50 રન પૂરા કર્યા અને આશ્ચર્યજનક વાત એ હતી કે આગલા 50 રન બનાવવા માટે તેમણે માત્ર 20 બોલ જ રમ્યા. તેમણે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. તિલક વર્માએ પણ તેને સારો સાથ આપ્યો, જેણે 18 બોલમાં 33 રન બનાવ્યા.


T20 ક્રિકેટમાં સતત 2 ઇનિંગ્સમાં સેન્ચુરી


સતત બે T20 મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન પ્રથમ ભારતીય છે. તેના પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકકીન, દક્ષિણ આફ્રિકાના રિલે રૂસો અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ ટી-20 ક્રિકેટમાં સતત બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. તેની ઇનિંગ્સ 107ના સ્કોર પર સમાપ્ત થઈ, જેમાં તેણે 7 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા.


સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ એવી તોફાની ઇનિંગ્સ રમી કે જાણે તે ઘણા સમયથી આ તકની રાહ જોઈ રહ્યો હતો. તેણે આફ્રિકન બોલરો સાથે ભેદભાવ કર્યો ન હતો અને તે બધાને ધોયા હતા. બીજા છેડે વિકેટો પડતી રહી હોવા છતાં સંજુનું બેટ રનનો ઢગલો કરી રહ્યું હતું. 214ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને તેણે સદી ફટકારી અને ઈતિહાસ રચ્યો. તે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સદી ફટકારનાર વિશ્વનો માત્ર ચોથો બેટ્સમેન છે. તેમના પહેલા માત્ર ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ, દક્ષિણ આફ્રિકાના રિલે રોસો અને ફ્રાન્સના ગુસ્તાવ મેકોન જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.


આ પણ વાંચોઃ


IND vs PAK: ભારત પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ તારીખે રમાશે....


Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન