T20 World Cup 2022 Semi Finals: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજથી સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, સેમિ ફાઇનલમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો પહોંચી ચૂકી છે. આજે પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે, જ્યારે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે જંગ જામશે.
ખાસ વાત છે કે, સેમિ ફાઇનલ પહેલા ટી20 વર્લ્ડકપ 2022માં સુપર 12 રાઉન્ડ રમાયો હતો, અહીં 12 ટીમો વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો હતો. અને તેમાથી અંતિમ ચાર ટીમો સેમિ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ સેમિ ફાઇનલમાં જે ચાર ટીમો પહોંચી છે, જેમાં એક વાત બહુજ ખરાબ રહી છે કે, આ ચારેય ટીમોના કેપ્ટનોનો આ ટૂર્નામેન્ટમાં કંઇ ખાસ કમાલ જોવા મળ્યો નથી. આ ચારેય કેપ્ટનોની રમતની એવરેજ આ ટી20 વર્લ્ડકપ 2022માં સામાન્ય રહી છે. જાણો દરેકના આંકડાઓ......
સેમિ ફાઇનલ- ચારેય ટીમના કેપ્ટનોનુ પરફોર્મન્સ -
રોહિત શર્મા, ભારતીય ટીમ- રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી 5 મેચો રમી છે, જેમાં માત્ર 17.80ની એવરેજથી 89 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 109.80 ની રહી છે.
સુપર 12માં રોહિતની ઇનિંગ -ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 4 રનભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ – 53 રનભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 15 રનભારત વિરુદ્ધ બાંગ્લાદેશ – 2 રનભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 15 રન
બાબર આઝમ, પાકિસ્તાન ટીમ -બાબર આઝમે કુલ 5 મેચો રમી છે, તેને માત્ર 39 રન જ બનાવ્યા છે, તેની એવરેજ માત્ર 7.80ની રહી છે, અને સ્ટ્રાઇક રેટ 61.90ની રહી છે.
સુપર 12માં બાબર આઝમની ઇનિંગ - પાકિસ્તાન વિરુદ્ધ ભારત – 0 રનપાકિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 4 રનપાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ્સ – 4 રન પાકિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 6 રનપાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ – 25 રન
કેન વિલિયમસન, ન્યૂઝીલેન્ડ ટીમકેન વિલિયમસને આ ટૂર્નામેન્ટમાં 4 મેચો રમી છે, જેમાં 33 ની એવરેજથી 132 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 118.91 ની રહી છે.
સુપર 12માં કેન વિલિયમસનની ઇનિંગ - ન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ ઓસ્ટ્રેલિયા – 23 રનન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ શ્રીલંકા – 8 રનન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ ઇંગ્લેન્ડ – 40 રનન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ આયરલેન્ડ – 61 રન
જૉસ બટલર, ઇંગ્લેન્ડ ટીમ -ઇંગ્લેન્ડના કેપ્ટન જૉસ બટલરનું વર્લ્ડકપમાં ફોર્મ ચિંતાનો વિષય છે, તેને અત્યાર સુધી 4 મેચોમાં 29.75 ની એવરેજથી 119 રન જ બનાવ્યા છે. બટલરની આ દરમિયાન સ્ટ્રાઇક રેટ 132.22 ની રહી છે.
સુપર 12માં જૉસ બટલરની ઇનિંગ -ઇંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન – 18 રનઇંગ્લેન્ડ વિરુદ્ધ આયરલેન્ડ – 0 રનઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ – 73 રનઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા – 28 રન
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમની વાત કરીએ તો, કેપ્ટનો સારા બેટ્સમેન છે, પરંતુ હજુ સુધી કોઇએ પોતાની પ્રતિભા પ્રમાણે રમત રમી નથી.