નવી દિલ્હીઃ આઇપીએલ 2021 માટે હરાજી શરૂ થઇ ચૂકી છે, દરેક ફ્રેન્ચાઇઝી પોતાના પર્સ પ્રમાણે બોલી લગાવીને ખેલાડીઓ પર દાંવ લગાવી રહી છે. આ સિલસિલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે એક મોટો દાવો રમ્યો છે. શાહરૂખ ખાનની કેકેઆરે સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ખરીદી લીધો છે.

બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ગયા વર્ષે આઇપીએલમાં ભાગ ન હતો લીધો, પરંતુ આ વખતની હરાજીમાં તેને કેકેઆરે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. શાકિબની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે.

આઇપીએલ 2021 માટેની ખેલાડીઓની હરાજી ચેન્નાઇમાં શરૂ થઇ ગઇ છે. આ ઓક્શનમાં 1114 ખેલાડીઓએ રજિસ્ટર્ડ કર્યુ હતુ, પરંતુ આઇપીએલની 14મી સિઝન માટે 292 ખેલાડીઓને જ જગ્યા મળી છે. આ મીની ઓક્શનમાં સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇન અલી સહિતના સ્ટાર ખેલાડીઓ પર બોલી લાગી ચૂકી છે.

ફાઈલ તસવીર