લંડનઃ કોરોનાએ અત્યાર સુધી ઘણા ક્રિકેટરોને ઝપેટમાં લીધા છે. ઘણી સીરિઝ દરમિયાન ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં મેચ કે ટુર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂરવ્ ક્રિકેટર શેન વોર્નનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તે ઈંગ્લેન્ડમાં છે અને ખુદને ક્વોરન્ટાઈન કરી લીધો છે.


શેન વોર્ન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ લંડન સ્પ્રિંટ તથા સર્ધન બ્રેવ વચ્ચે રમાયેલી ધ હન્ડ્રેડ ટુર્નામેંટના મુકાબલામાં હાજર નહોતો રહી શક્યો.નહોતો. 51 વર્ષીય વોર્ન લંડન સ્પ્રિંટની પુરુષ ટીમનો હેડ કોચ છે.


લંડન સ્પ્રિંટ ક્લબે એક નિવેદનમાં જણાવ્યું, સવારે અસ્વસ્થ જણાયા બાદ શેન ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તે ટીમ અને સપોર્ટ સ્ટાફથી અલગ થઈ ગયો હતો. તેના પીસીઆર ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. ટીમ મેનેજમેંટનો અન્ય એક સભ્ય પણ પોઝિટિવ આવ્યો છે અને તે પણ આઇસોલેટ થઈ ગયો છે. કોઈપણ ખેલાડી સંક્રમિત થયો નથી.


શેન વોર્ને તેના ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી હતી. જ્યારે 194 વન ડેમાં 293 વિકેટ ઝડપી છે. તે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો અને ટીમને સૌપ્રથમ વિજેતા બનાવી હતી.


IND vs ENG: પ્રથમ ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર


ટ્રેંટ બ્રિજઃ ભારત ઈને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બુધવાર 4 ઓગસ્ટથી પ્રારંભ થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ટ્રેંટ બ્રિજમાં રમાશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ -2 નો આરંભ થશે. ઓપનર શુબમન ગિલ સહિત બે ખેલાડી ઈજાગ્રસ્ત થતાં તેમના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. મયંક અગ્રવાલ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન સિરાજનો બાઉન્સર માથામાં વાગ્યો હતો. જેના કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.