ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા સામે ખરાબ બૉલિંગની નિંદા થઇ રહી છે. આખા પાકિસ્તાનમાં ફેન્સ પાક ટીમ પર ગુસ્સો ઠાલવી રહી છે. ત્યારે આ મામલે પૂર્વ પાકિસ્તાની બૉલર શોએબ અખ્તરે અલી ઝફરને એક ટ્વીટનો રિપ્લાય આપતા ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે.

રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા શોએબ અખ્તર પોતાના જ દેશના સિંગર અને એક્ટર અલી ઝફર પર બરાબરનો ગિન્નાયો હતો, અખ્તરે ચેલેન્જ આપતા કહ્યું કે, તારામાં હિમ્મત હોય તો એક બૉલનો પણ સામનો કરી બતાવ. શોએબ અખ્તરે અલી માટે ટ્વીટ કરતાં કહ્યું કે, 'તુ ટાઇમ અને જગ્યા બતાવ અને પછી એક બૉલ ટચ કરીને બતાવ.'



જોકે, અલી ઝફરે પણ શોએબ અખ્તરના ટ્વીટ પર કૉમેન્ટ કરી હતી. બન્ને વચ્ચે ટ્વીટર વૉર છેડાઇ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે, શોએબ અખ્તર પોતાની યુટ્યૂબ ચેનલ પર ક્રિકેટને લગતી ચર્ચા કરતો હોય છે.