- ન્યુઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂ થતી ODI શ્રેણી માટે વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરને સંપૂર્ણ રીતે 'ફિટ' જાહેર કરવામાં આવ્યા છે, જે ટીમ ઈન્ડિયા માટે મોટી રાહત છે.
- NCA ના વડા VVS લક્ષ્મણે ચીફ સિલેક્ટર અજિત અગરકરને ઐયરનો ફિટનેસ રિપોર્ટ સુપરત કર્યો છે, જેમાં તેમને આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે મેડિકલી ક્લિયર કરવામાં આવ્યા છે.
- ગંભીર ઈજા અને ICU ની સારવાર બાદ સ્વસ્થ થઈને ઐયરે વિજય હજારે ટ્રોફીમાં 82 રન ફટકારીને પોતાની મેચ ફિટનેસ અને ફોર્મ સાબિત કરી દીધા છે.
India vs New Zealand ODI Series 2026: ન્યુઝીલેન્ડ સામે આગામી 11 January થી શરૂ થઈ રહેલી હાઈ-વોલ્ટેજ ODI Series (વનડે શ્રેણી) પહેલા ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ODI ટીમના ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયરને સંપૂર્ણ રીતે Fit (ફિટ) જાહેર કરવામાં આવ્યો છે. BCCI દ્વારા અગાઉ જાહેર કરાયેલી ટીમમાં ઐયરનું નામ શરતી ધોરણે સામેલ હતું, પરંતુ હવે તેમની રમવાની પુષ્ટિ થઈ ગઈ છે.
VVS લક્ષ્મણે આપી લીલી ઝંડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગલુરુ સ્થિત BCCI Center of Excellence ખાતે ચાલી રહેલું શ્રેયસ ઐયરનું રિહેબિલિટેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ના વડા VVS લક્ષ્મણે ખુદ ચીફ સિલેક્ટર અજિત અગરકરને ઈમેલ દ્વારા ઐયરનો Fitness Report (ફિટનેસ રિપોર્ટ) સુપરત કર્યો છે. જેમાં તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે મેડિકલી ક્લિયરન્સ આપવામાં આવ્યું છે.
ઈજા અને ICU થી મેદાન સુધીની સફર
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ દરમિયાન ફિલ્ડિંગમાં કેચ પકડતી વખતે ઐયરને ગંભીર ઈજા થઈ હતી. આંતરિક રક્તસ્ત્રાવને કારણે સ્થિતિ નાજુક બનતા તેમને થોડો સમય ICU માં પણ રાખવા પડ્યા હતા. જોકે, લાંબી રિકવરી પ્રોસેસ અને મહેનત બાદ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
વિજય હજારે ટ્રોફીમાં સાબિત કર્યું ફોર્મ
ટીમ ઈન્ડિયામાં સત્તાવાર વાપસી કરતા પહેલા ઐયરે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની મેચ ફિટનેસ સાબિત કરી દીધી છે. Vijay Hazare Trophy (વિજય હજારે ટ્રોફી) માં મુંબઈ તરફથી રમતા હિમાચલ પ્રદેશ સામે તેણે શાનદાર 82 રન ફટકાર્યા હતા. એટલું જ નહીં, હવે 8 January ના રોજ પંજાબ સામે રમાનારી મેચમાં તે મુંબઈ ટીમની કેપ્ટનશીપ પણ કરશે.
ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ભારતની ટીમ (Squad): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.