Shubman Gill Thumb Injury Update: શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની શરૂઆત 15 ઓગસ્ટથી થશે. આ પહેલાં મેન ઈન બ્લૂ 7 ઓગસ્ટથી શ્રીલંકા XI સામે 3-દિવસીય મેચમાં ભાગ લેશે. પરંતુ સિરીઝ અને વોર્મ-અપ મેચ પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલની ઈજાએ ટેન્શન વધારી દીધું છે. કથિત રીતે ટીમ ઈન્ડિયા કોલંબોમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ગિલને જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી.
ગિલની ઈજા થોડી ગંભીર હતી, જેના કારણે તેણે બેટિંગ છોડીને મેડિકલ ટીમ પાસે જવું પડ્યું હતું. પરંતુ રાહતની વાત એ રહી કે ટ્રીટમેન્ટ બાદ ગિલ ફરીથી બેટિંગ માટે નેટ્સમાં પરત ફર્યો હતો. ઈજા વધુ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું નથી. જોકે, હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે ઈજાના કારણે પહેલી ટેસ્ટ કે વોર્મ-અપ મેચ મિસ કરશે કે નહીં.
આ પણ વાંચો...IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
બીજી વાર હાથમાં લાગી ઈજા
રિપોર્ટ્સ મુજબ, અંગૂઠામાં ઈજા થયા બાદ ફીલ્ડિંગની પ્રેક્ટિસ દરમિયાન ગિલને હાથમાં બોલ વાગતાં ઈજા થઈ હતી. આ પછી પણ ગિલ મેડિકલ ટીમ પાસે પહોંચ્યો હતો. આ ઈજા બાદ ગિલ ફીલ્ડિંગમાં પરત ફર્યો કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
જો ગિલ નહીં રમી શકે, તો કોણ કરશે કેપ્ટનશીપ?
હાલમાં અધિકૃત રીતે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ગિલ સિરીઝની કોઈ મેચ મિસ કરશે કે નહીં. પરંતુ એ સવાલ જરૂર ઊઠશે કે જો ગિલ નથી રમી શકતો, તો તેની જગ્યાએ કેપ્ટનશીપ કોણ કરશે? તો તમને જણાવી દઈએ કે વિકેટકીપર કે.એલ. રાહુલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આથી, ગિલની ગેરહાજરીમાં રાહુલ ટીમની કમાન સંભાળશે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડ
શુભમન ગિલ (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જેસવાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન (ફિટનેસ પર નિર્ભર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી.
