ખાસ વાત છે કે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં ભારતીયી ટીમના બે ખેલાડીઓ ઓપનિંગ માટે દાવેદારી કરી રહ્યાં છે. એક મયંક અગ્રવાલ અને બીજો છે શુભમન ગીલ. જોકે, આ અગાઉ ન્યૂઝીલેન્ડ સામેની વન઼ડે સીરીઝમાં રોહિતની ગેરહાજરીમાં મયંક અગ્રવાલને મોકો મળ્યો હતો પરંત તે યોગ્ય પ્રદર્શન કરી શક્યો ન હતો. જેથી આ વખતે ટીમ ઇન્ડિયા પાસે શુભમન ગીલના રૂપમાં એક બેસ્ટ ઓપ્શન છે.
પ્રતિકાત્મક તસવીર
આવામાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી સિડનીની પીચ અને ઓસ્ટ્રેલિયન બૉલિંગ આક્રમણને ધ્યાનમાં રાખીને શુભમન ગીલને મોકો આપી શકે છે. આ કારણે પ્રેક્ટિસ દરમિયાન કૉચ રવિ શાસ્ત્રીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગીલ સાથે લાંબી ચર્ચા કરી હતી, અને ઓપનિંગ બેટિંગ માટેની ટિપ્સ પણ આપી હતી. રવિ શાસ્ત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શુભમન ગીલ સાથેની વાતચીતની એક તસવીર પણ શેર કરી છે. તેના પર કયાસ લગાવી શકાય છે કે વનડેમાં ધવનની સાથે શુભમન ગીલ ઓપનિંગ કરી શકે છે.