Indian Team Playing XI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ ચાલી રહી છે, જેની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. હવે બીજી મેચ આવતીકાલે એટલે કે રવિવાર, 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે, જેમાં વિરાટ કોહલીની વાપસી લગભગ નિશ્ચિત છે. પ્રથમ મેચમાં કોહલી અંગત કારણોસર ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શક્યો ન હતો. હવે બીજી ટી20માં કોહલીની વાપસી સાથે શુભમન ગિલનું પત્તું કપાઈ શકે છે. તો ચાલો જાણીએ કે અફઘાનિસ્તાન સામેની બીજી T20માં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
શું ગિલને ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે?
અફઘાનિસ્તાન સામે રમાયેલી પ્રથમ ટી20માં શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યો નહોતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ગિલે 12 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની વાપસી બાદ બીજી ટી-20ની પ્લેઈંગ ઈલેવનમાંથી ગિલનું પત્તુ કપાઈ થઈ શકે છે. જોકે, એવું પણ બને કે, ગિલના સ્થાને યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે અને તિલક વર્માને ટીમની બહાર કરવાાં આવે. આ રીતે, ભારતના ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી રહેશે. જોકે મિડલ ઓર્ડરમાં બદલાવની આશા ઓછી છે.
બોલિંગમાં પણ ફેરફાર થઈ શકે છે
ત્યારબાદ બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈ પ્રથમ T20માં ઘણો મોંઘો સાબિત થયો હતો. બિશ્નોઈએ 3 ઓવરમાં 35 રન આપ્યા હતા અને તેમને કોઈ સફળતા મળી ન હતી. આવી સ્થિતિમાં બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવ બીજી T20માં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
અફઘાનિસ્તાન સામેની બીજી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
પ્રથમ ટી20મા શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરી હતી
મોહાલીમાં રમાયેલી T20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. શિવમ દુબેએ ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ભારત તરફથી સૌથી વધુ રન શિવમ દુબેએ ફટકાર્યા હચા. તે 40 બોલમાં 60 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત રિંકુ સિંહ 9 બોલમાં 16 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.