(Source: ECI | ABP NEWS)
પાકિસ્તાની ફેનનું 'નીચ કૃત્ય'! હાથ મિલાવવાના બહાને શુભમન ગિલ સાથે કરી આ હરકત? જુઓ Video
Shubman Gill Pakistan Zindabad: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. પ્રથમ વનડે હાર્યા બાદ ભારતીય ટીમ હવે આવતીકાલે એડિલેડ માં બીજી મેચ રમવા તૈયાર છે.

Shubman Gill Pakistan Zindabad: ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે પહેલાં, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ નો એક વીડિયો એડિલેડ ની શેરીઓમાંથી વાયરલ થયો છે, જેમાં એક પાકિસ્તાની ક્રિકેટ ચાહક તેની સામે 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવતો અને અયોગ્ય ઇશારો કરતો જોવા મળે છે. પ્રથમ વનડે 7 વિકેટે હારી ગયેલી ટીમ ઇન્ડિયા માટે આ ઘટનાએ એશિયા કપ વિવાદ બાદ ફરી એક નવી ચર્ચા જગાવી છે. જોકે, ગિલે આ ઉશ્કેરણીજનક કૃત્ય સામે સંપૂર્ણ શાંતિ અને ધીરજ જાળવી રાખીને આગળ વધવાનું પસંદ કર્યું હતું. ભારત માટે શ્રેણીમાં ટકી રહેવા માટે આવતીકાલે 23 ઓક્ટોબર ના રોજ એડિલેડમાં રમાનારી બીજી વનડે જીતવી અત્યંત જરૂરી છે.
ગિલ સાથે મુકાબલો અને પાકિસ્તાની ચાહકની ઉશ્કેરણીજનક હરકત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. પ્રથમ વનડે હાર્યા બાદ ભારતીય ટીમ હવે આવતીકાલે એડિલેડ માં બીજી મેચ રમવા તૈયાર છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલાં, ભારતીય કેપ્ટન શુભમન ગિલ જ્યારે એડિલેડની શેરીઓમાં ફરતો હતો, ત્યારે એક પાકિસ્તાની ચાહક સાથે તેનો મુકાબલો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગિલ સાથે હાથ મિલાવતી વખતે અચાનક 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવવાનું શરૂ કરી દે છે અને ભારતીય કેપ્ટન તરફ 'અપવિત્ર' ઇશારો પણ કરે છે. આ અચાનક અને ઉશ્કેરણીજનક વર્તનને કારણે ગિલ થોડીવાર માટે ચોંકી ગયો હતો. જોકે, ગિલનો શાંત પ્રતિભાવ ચર્ચાનો વિષય બન્યો છે. ગિલે પરિસ્થિતિને ટાળીને, કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના, ધીરજપૂર્વક આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટનાએ ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ચાહકો વચ્ચેના હરીફાઈના તણાવને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે, ખાસ કરીને એશિયા કપ ટ્રોફી વિવાદ પછી.
A Pakistani fan met Shubman Gill in Adelaide and said, "Pakistan Zindabad." 🇵🇰🇮🇳🔥 pic.twitter.com/2NVLpjwFo7
— Cric Passion (@CricPassionTV) October 22, 2025
એડિલેડમાં ભારત માટે 'કરો યા મરો' નો જંગ
પર્થમાં વરસાદથી પ્રભાવિત પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં દરેક ઇનિંગમાં 26 ઓવરનો સમાવેશ થતો હતો. ઓસ્ટ્રેલિયા હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની અજેય સરસાઈ સાથે આગળ છે. શ્રેણીમાં ટકી રહેવા માટે અને 1-1 થી બરાબરી કરવા માટે ભારતે 23 ઓક્ટોબર ના રોજ એડિલેડમાં રમાનારી બીજી વનડે કોઈ પણ કિંમતે જીતવી પડશે.
ટીમ ઇન્ડિયા માટે રાહતની વાત એ છે કે એડિલેડ મેદાન પર તેમનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતીય ટીમે આ મેદાન પર કુલ 15 વનડે મેચ રમી છે, જેમાંથી નવ માં જીત મેળવી છે અને એક મેચ ટાઈ રહી છે. જોકે, બીજી મેચ પહેલાં ટોચના ક્રમના બેટ્સમેનોનું ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. મેચ પહેલાં વાયરલ થયેલા આ વીડિયો બાદ, ટીમ ઇન્ડિયાનું ધ્યાન માત્ર મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવા પર કેન્દ્રિત રહેશે.




















