Lord’s Test controversy: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ચાલી રહેલી લોર્ડ્સ ટેસ્ટ (Lord's Test) નો ચોથો દિવસ વધુ એક વિવાદને (Lord’s Test controversy) કારણે ચર્ચામાં આવ્યો છે. આ વિવાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટ (Ben Duckett) વચ્ચેના શારીરિક સંપર્કને (Ben Duckett clash with Siraj) લગતો છે, જેના કારણે સિરાજને સજા થઈ શકે તેવી સંભાવના છે.

વાસ્તવમાં, ચોથા દિવસે પહેલા સત્રમાં મોહમ્મદ સિરાજે ઇંગ્લિશ બેટ્સમેન બેન ડકેટને જસપ્રીત બુમરાહના હાથે કેચઆઉટ કરાવ્યો. આ વિકેટની ઉજવણી દરમિયાન, સિરાજનો ખભો અજાણતામાં બેન ડકેટને સ્પર્શી ગયો. આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગની છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર બની હતી. રિપ્લેમાં જોવા મળ્યું કે સિરાજ વિકેટની ઉજવણીમાં હતો અને ડકેટ તેની તરફ વળ્યો હતો, જેના કારણે બંનેના ખભા અથડાઈ ગયા હતા.

ICC નિયમોનો ભંગ અને ભૂતકાળના વિવાદો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નિયમોના કલમ 2.12 હેઠળ, ખેલાડીઓ એકબીજા સાથે શારીરિક સંપર્ક કરી શકતા નથી. જો આ ઘટનામાં મોહમ્મદ સિરાજ કે બેન ડકેટ દોષિત ઠરશે, તો તેમને લેવલ 1 અથવા લેવલ 2 ના આરોપો હેઠળ સજા થઈ શકે છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ ખેલાડી ઇરાદાપૂર્વક બીજા ખેલાડી સાથે અથડાવે છે ત્યારે આવા નિયમભંગ માટે સજા કરવામાં આવે છે.

આ એકમાત્ર ઘટના નથી જેણે લોર્ડ્સ ટેસ્ટમાં વિવાદ ઊભો કર્યો હોય. આ પહેલા ત્રીજા દિવસની છેલ્લી ઓવરોમાં પણ સિરાજ ઉત્સાહમાં જોવા મળ્યો હતો, જ્યારે જેક ક્રોલી (Zak Crawley) જાણીજોઈને મેચમાં વિલંબ કરી રહ્યો હતો. આના કારણે સિરાજ અને ક્રોલી વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો, જેમાં ભારતીય ઓપનર શુભમન ગિલ (Shubman Gill) પણ સામેલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે પણ શુભમન ગિલ અને અમ્પાયર વચ્ચે ડ્યુક્સ બોલ (Dukes ball) ને લઈને વિવાદ થયો હતો. આ મુદ્દે કેપ્ટન ગિલ અને મોહમ્મદ સિરાજે પણ અમ્પાયરો સાથે દલીલ કરી હતી. આ બધા બનાવો દર્શાવે છે કે આ ટેસ્ટ મેચ માત્ર ક્રિકેટના પ્રદર્શન માટે જ નહીં, પરંતુ મેદાન પર સર્જાઈ રહેલા વિવાદો માટે પણ યાદગાર બની રહી છે.