ડૉક્ટરોએ શનિવારે જણાવ્યુ હતુ કે, સૌરવ ગાંગુલીની હાલત સ્થિર છે, ગાંગુલીને હ્રદયમાં ત્રણ ધમનીઓ બ્લૉકેજ નીકળી હતી, ત્યારબાદ એકમાં સ્ટેન્ટ લગાવવામાં આવ્યો હતો. હવે હૉસ્પીટલ તરફથી ફરી એકવાર કહેવામા આવ્યુ છે કે ગાંગુલીની કોરોનરી એન્જિગ્રાફી બપોરે ત્રણ વાગે ત્રણ વાગે કરવામાં આવી, અને તેમની ઇકોકાર્ડિયોગ્રાફી આજે ફરીથી કરાશે.
આ પહેલા ગાંગુલી પરના અપડેટમાં કહેવાયુ હતું કે ગાંગુલીનુ બ્લેડ પ્રેશન 110/80 છે, અને તેના શરીરમાં ઓક્સિજનનુ લેવલ 98 ટકા છે. ડૉક્ટરોએ કહ્યું કે ગાંગુલીની સ્થિતિ જોતા તેમને ફરી એકવાર એન્જિયોપ્લાસ્ટી કરવા વિશે ફેંસલો લેવામાં આવશે.
સૌરવ ગાંગુલીની ક્રિકેટ કેરિયરની કેરિયરની વાત કરીએ તો ક્રિકેટમાં તેના ફેન્સ તેને દાદા તરીકે ઓળખે છે. સૌરવ ગાંગુલીએ કેરિયરમાં 113 ટેસ્ટ, 311 વનડે મેચ રમી છે, અને તેના નામે વનડેમાં 11363 અને ટેસ્ટ કેરિયરમાં કુલ 7212 રન નોંધાયેલા છે. એટલુ જ નહીં. વનડે ફોર્મેટમાં તેને 100 વિકેટ પણ ઝડપી છે, જેમાં 2 વાર 5 વિકેટ પણ સામેલ છે.