'મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી', ભારતે વર્લ્ડકપ જીતતા વાયરલ થયો સૌરવ ગાંગુલીનો જૂનો વીડિયો
આ ઐતિહાસિક ઉજવણી વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sourav Ganguly’s Old Video Goes Viral: ક્રિકેટના મેદાન પર ભારતની મહિલાઓ માટે આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 53 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે એક સ્વપ્ન પૂર્ણ કર્યું જેની દેશના લાખો ક્રિકેટ ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, આ ઐતિહાસિક ઉજવણી વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગાંગુલીનું મહિલાઓ ક્રિકેટ રમવા અંગેનું નિવેદન ચર્ચામાં છે.
What if Sana(his daughter) wishes to play cricket?
— R (@CrimsonScalpel) November 3, 2025
"I'll tell her not to because women are not required to play cricket." https://t.co/BouIb5Q9Hx pic.twitter.com/dBIAmRFM4z
સૌરવ ગાંગુલીનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે
વાયરલ વીડિયો બંગાળી ન્યૂઝ ચેનલ ABP આનંદા પર પ્રસારિત થયેલા એક જૂના ઇન્ટરવ્યૂનો છે. વાતચીત દરમિયાન ગાંગુલી અર્જુન તેંડુલકરના ક્રિકેટ કારકિર્દી વિશે મજાકમાં ચર્ચા કરતા જોવા મળ્યા હતા. પછી એન્કરે હસીને પૂછ્યું હતું કે, "જો તમારી પુત્રી સના ક્રિકેટ રમવા માંગે તો શું?" આના પર ગાંગુલીએ હસતા હસતા કહ્યું હતું કે, "હું તેને કહીશ કે મહિલાઓને ક્રિકેટ રમવાની જરૂર નથી." જોકે તે સમયે મજાકમાં આ કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ તેને ગંભીરતાથી લીધું ન હતું. હવે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યા પછી આ જૂનો વીડિયો ફરી સામે આવ્યો છે, જેનાથી ચર્ચા અને ટીકા થઈ રહી છે.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/rYIFjasxmc
સોશિયલ મીડિયા પર નિવેદનની ટીકા
દેશભરના લોકો સૌરવ ગાંગુલીના જૂના નિવેદન પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજે, ભારતની દીકરીઓએ સાબિત કર્યું છે કે હિંમત અને મહેનતથી કોઈ પણ લક્ષ્ય દૂર નથી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. ભારતીય ક્રિકેટમાં નવો ઉત્સાહ લાવવા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા બદલ સૌરવ ગાંગુલીની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ આ વીડિયોએ ફરી એકવાર આપણને એ વિચારવા માટે મજબૂર કર્યા છે કે સમય જતાં રમતગમતમાં મહિલાઓ પ્રત્યેના વલણમાં કેટલો ફેરફાર થયો છે.




















