Babar Azam's Reaction: એશિયા કપ 2023ની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ગુરુવારે (14 સપ્ટેમ્બર) પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 2 વિકેટે જીત મેળવી હતી અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ પાકિસ્તાનના ટૂર્નામેન્ટમાંથી બહાર થવાથી ખૂબ જ નારાજ જોવા મળ્યો હતો. મેચ બાદ બાબરે ટીમની ભૂલો ગણાવી જેના કારણે પાકિસ્તાનને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો.
શ્રીલંકા સામેની હાર બાદ બાબર આઝમે જણાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનની ટીમની ખરાબ બોલિંગને કારણે મેચ ગુમાવવી પડી હતી. બાબરે કહ્યું કે મેં મેચની છેલ્લી બીજી ઓવર ફેંકવા શાહીનને આપી હતી અને પછી અમે છેલ્લી ઓવર માટે જમાન ખાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ શ્રીલંકા સારું રમ્યું, તેઓ અમારા કરતા સારું ક્રિકેટ રમ્યા તેથી જ અમે હારી ગયા.
વધુમાં બાબર આઝમે કહ્યું કે કેવી રીતે પાકિસ્તાનને ખરાબ બોલિંગના કારણે શ્રીલંકા સામેની મેચ હારવી પડી. તેણે કહ્યું, “મધ્યમ ઓવરોમાં અમે સારી બોલિંગ નથી કરી રહ્યા. તે ભાગીદારીએ (મેન્ડિસ અને સમરવિક્રમ વચ્ચે) અમને નુકસાન પહોંચાડ્યું. "અમે સારી શરૂઆત કરી રહ્યા છીએ, અમે સારી રીતે સમાપ્ત કરી રહ્યા છીએ, પરંતુ અમે મધ્ય ઓવરોમાં વિકેટ લઇ રહ્યા નથી."
શ્રીલંકા 2 વિકેટે જીત્યું
વરસાદના કારણે મેચ 42-42 ઓવરની રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા પાકિસ્તાને 42 ઓવરમાં 7 વિકેટે 252 રન બનાવ્યા હતા. ટીમ માટે મોહમ્મદ રિઝવાને 86 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમે છેલ્લા બોલે 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પૂરો કરીને મેચ જીતી લીધી હતી. કુસલ મેન્ડિસે ટીમ માટે 91 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે ચરિથ અસલંકા અણનમ 49 રન બનાવ્યા હતા.