રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું- ચાર મેચ અમારા માટે ખુબ મુશ્કેલ રહી, અમે દબાણમાં સારુ નથી કરી રહ્યાં, હુ દુઃખી છું. દિલ્હી વિરુદ્ધ અમે મહદઅંશે સારી બૉલિંગ અને ફિલ્ડિંગ કરી, તે અમારો પૉઝિટીવ પૉઇન્ટ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા, અને આના જવાબમાં રાજસ્થાનની ટીમ 19.4 ઓવરમાં 138 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
સ્મિથે કહ્યું- અમારા બેટ્સમેનોને રન બનાવવાની જરૂર હતી, ચાર મેચોમાં અમે સારી શરૂઆત નથી કરી શક્યા. હવે ટૂર્નામેન્ટમાં વાપસી કરવા માટે આના પર ધ્યાન આપવુ જરૂરી છે. સ્મિથે કહ્યું- મેચ ઝડપથી આવી રહી છે, અમારે ખુદને તૈયાર કરવા પડશે. હવે અમારે અમારુ બેસ્ટ આપવુ પડશે.
નોંધનીય છે કે રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં શાનદાર રમીને ટૂર્નામેન્ટમાં પ્રારંભ કર્યુ હતુ, પરંતુ બાદમાં ટીમ ફસકી પડી, હાલ ટીમ પૉઇન્ટ ટેબલમાં 7માં નંબર પર છે.