નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે 27 નવેમ્બરથી શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમના હીટમેન રોહિત શર્માને ટેસ્ટ, વનડે અને ટી20 મેચમાં જગ્યા નથી મળી. રોહિત શર્માએ ઇજાના કારણે આઇપીએલમાં મુંબઇ તરફથી છેલ્લી બે મેચો નથી રમી. જોકે કાલે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ તેની ટીમમાં વાપસી થઇ શકે છે. મુંબઇ ઇન્ડિયન્સે હિટમેનનો પ્રેક્ટિસ વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર નાંખ્યો છે, જેમાં તે લાંબા છગ્ગા ફટકારતો દેખાઇ રહ્યો છે.

આની સાથે જ સોશ્યલ મીડિયા પર રોહિત શર્માને પડતો મુકાતા વિવાદ ચાલુ થઇ ગયો છે. રોહિતને બહાર રાખવાના ફેંસલાને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગાવસ્કરે ઇશારા ઇશારામાં રોહિત શર્માને ના સિલેક્ટ કરવાને લઇને સવાલો ઉઠાવ્યા છે.



સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું- હુ સોશ્યલ મીડિયા પર નથી, પરંતુ મને મુંબઇ ઇન્ડિયન્સની નેટ્સ પર રોહિત શર્માને પ્રેક્ટિસ કરતો બતાવવામાં આવ્યો, એટલા માટે મને નથી ખબર કે આ કયા પ્રકારની ઇજા છે. કેમકે જો ઇજા ગંબીર હોય તો પેડ પહેરીને નેટ્સમાં ના આવે. આપણે એક એવા સમયની વાત કરીએ છીએ જે નવેમ્બરના અંત સુધીમાં ટી20 અને વનડે મેચોની સાથે શરૂ થશે. પરંતુ ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી શરૂ થવાની છે, જેમાં દોઢ મહિનાનો સમય છે. જો તે મુંબઇ ઇન્ડિયન્સ માટે નેટ્સમાં અભ્સાય કરી રહ્યો છે તો ઇમાનદારીથી મને ખબર નથી કે આ કયા પ્રકારની ઇજા છે.

ફાઇલ તસવીર

ગાવસ્કરે આગળ કહ્યું- મારા ખ્યાલમાં થોડી પારદર્શિતા અને થોડુ ખુલ્લાપણાથી મદદ મળી જાય છે. અસલમાં રોહિત શર્માને શું થયુ છે. ભારતીય ક્રિકેટ ફેન્સ આ વસ્તુનો જાણવાના હકદાર છે. ગાવસ્કરે કહ્યું કે, ઉદાહરણ તરીકે મયંક અગ્રવાલ પણ નથી રમી રહ્યો, ભારતીય ક્રિકેટ ફેન્સને એ જાણવુ જોઇએ કે બે મોટા ખેલાડીઓની સાથે શુ થઇ રહ્યું છે.