નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સીએસકેએ મુંબઇની ટીમને પાંચ વિકેટથી માત આપીને ટૂર્નામેન્ટમાં વિજયી શ્રીગણેશ કર્યા, ટીમની સફળતાને જોઇને ટીમનો સક્સેસ બેટ્સમેને સુરૈશ રૈના ખુશ થઇ થયો છે. તેને ફરી એકવાર ટીમની યાદ આવી છે. હાલ સુરેશ રૈના ટીમ સાથે જોડાયો નથી અને ભારતમાં પોતાના પરિવાર સાથે છે. સુરેશ રૈનાએ ટીમની જીત પર વિજયી સંદેશ મોકલ્યો છે.
સુરેશ રૈના જોકે ટીમની સાથે ગયા મહિને દુબઇ રવાના થયો હતો, પરંતુ દુબઇ પહોંચ્યા બાદ રૈના અચાનક ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો ફેંસલો કર્યો હતો. ખાસ વાત છે કે રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે સાથે 15 ઓગસ્ટ 2020ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.
ચેન્નાઇ સુપર કિંગ્સની જીત પર રૈનાએ ટ્વીટ કર્યુ- ચેન્નાઇ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓને સફળતાની શુભકામના આપુ છુ, મારા માટે કલ્પનાથી પરે છે કે ટીમની સાથે નથી હુ, પરંતુ મારી શુભકામનાઓ તમારી સાથે છે. તમને બધાને સારા વાઇબ્સ મોકલી રહ્યો છું, આને હાંસલ કરો.
વિવાદોના સમાચાર આવ્યા હતા સામે
સુરેશ રૈનાને દુબઇથી પરત ફર્યા બાદ સ્ટાર ખેલાડીને મેનેજમેન્ટ સાથે વિવાદ થયાના સમાચાર સામે આવ્યા હતા રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે રૈના પોતાના હૉટલના રૂમને લઇને ખુશ ન હતો, અને તેની ફરિયાદ તેને મેનેજમેન્ટને કરી હતી. એવા પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે રૈનાનું વર્તન ટીમના માલિક શ્રીનિવાસ પસંદ ન હતુ.
જોકે, બાદમાં શ્રીનિવાસે વિવાદને ખતમ કરવા માટે રૈનાને પોતાના દીકરા જેવો ગણાવ્યો હતો. આ પછી સુરેશ રૈનાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ચેન્નાઇની જીત થતાં જ સુરેશ રૈનાને આવી ટીમની યાદ, કહી આવી વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2020 09:51 AM (IST)
ચેન્નાઇની જીત, ટીમની સફળતાને જોઇને ટીમનો સક્સેસ બેટ્સમેને સુરૈશ રૈના ખુશ થઇ થયો છે. તેને ફરી એકવાર ટીમની યાદ આવી છે. હાલ સુરેશ રૈના ટીમ સાથે જોડાયો નથી અને ભારતમાં પોતાના પરિવાર સાથે છે. સુરેશ રૈનાએ ટીમની જીત પર વિજયી સંદેશ મોકલ્યો છે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -