India vs West Indies: ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે, તો બીજી તરફ ઘણા સ્ટાર ખેલાડીઓ પાસે તેમની કારકિર્દી બચાવવાની છેલ્લી તક છે. આ ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં શાનદાર રમત બતાવવી પડશે. નહીં તો T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે. આવો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.


આ વિકેટકીપર પાસે છે છેલ્લી તક


ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પસંદગીકારોએ એટલી તક આપી નથી જેટલી ઋષભ પંત અને ઈશાન કિશનને મળી છે. પંતે ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં સંજુ સેમસને પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પોતાની તાકાત બતાવવી પડશે. બીજી વનડે મેચમાં સંજુ સેમસને 54 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી મેચમાં પણ પોતાના કાંડાની તાકાત બતાવવી પડશે. જેના કારણે તે પસંદગીકારોની નજરમાં આવી શકશે.


આ ખેલાડી ફોર્મમાં નથી


રોહિત શર્માનો ખાસ ખેલાડી સૂર્યકુમાર અત્યાર સુધીના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ફ્લોપ સાબિત થયો છે. તે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાની મોટી નબળાઈ બની ગયો છે. જો તેને T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવું હોય તો તેણે રન બનાવવા પડશે અને મિડલ ઓર્ડરમાં પોતાની જવાબદારી સમજવી પડશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં તેણે પ્રથમ વનડેમાં 13 રન બનાવ્યા હતા. આ સાથે જ બીજી વનડે મેચમાં 9 રન બનાવ્યા. તે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત લોકોની નજર યુવા ખેલાડી દિપક હુડ્ડા અને શુભમન ગીલની બેટિંગ પર પણ છે. ગીલે આ સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત વન ડેમાં પોતાની જગ્યા પાકી કરવા માટે શિખર ધવને પણ રન બનાવવા પડશે.