Suryakumar Yadav Test Debut: બહુ ટુંકા સમયમાં દુનિયાને પોતાની પ્રતિભા બતાવી ચૂકેલા સૂર્યકુમાર યાદવે આજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. આ સાથે જ સૂર્યાની ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરીને રમવાની ઇચ્છા પણ પુરી થઇ ગઇ છે. પરંતુ ખાસ વાત છે કે, સૂર્યકુમાર આટલા ઘાતક ખેલાડી હોવા છતાં ભારતીય ટીમ તરફથી રમવાનો મોકો બહુ લાંબા સમય બાદ મળ્યો છે. આજે ટેસ્ટ ડેબ્યૂ કરવાની સાથે જ સૂર્યકુમાર યાદવા નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે. આ રેકોર્ડ છે કે સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં 30 વર્ષથી વધુની ઉંમરે ડેબ્યૂ કરનારો પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઇ ભારતીય ખેલાડીઓ આ ઉપલબ્ધિ હાંસલ નથી કરી શક્યો. 


મુંબઇમાં જન્મેલા સૂર્યકુમાર યાદવ અત્યારે 32 વર્ષો થઇ ચૂક્યો છે, અને આ પહેલા જ તેને ટી20 અને વનડે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. 


સૂર્યકુમાર- ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ વર્ષ - 
ટી20 ડેબ્યૂ (14 માર્ચ 2021)- 30 વર્ષ અને 181 દિવસે ડેબ્યૂ 
વનડે ડેબ્યૂ (18 જુલાઇ 2021)- 30 વર્ષ અને 307 દિવસે ડેબ્યૂ 
ટેસ્ટ ડેબ્યૂ (9 ફેબ્રુઆરી 2023)- 32 વર્ષ અને 148 દિવસે ડેબ્યૂ






--


કેવો રહ્યો અત્યારે સુધીનો સૂર્યકુમારનો સફર - 
સૂર્યકુમાર યાદવે વર્ષ 2010માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, તે વર્ષે તેને મુંબઇ માટે ટી20, લિસ્ટ-એ અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં ડેબ્યૂ કર્યુ હતુ. ઘરેલુ ક્રિકેટમાં લાજવાબ પ્રદર્શનનુ પરિણામ એ આવ્યુ કે, સૂર્યકુમારને IPL માં એન્ટ્રી મળી ગઇ. વર્ષ 2012માં તો તેને માત્ર એક IPL મેચ રમવાનો મોકો મળ્યો પરંતુ આ પછી તે પોતાની ફ્રેન્ચાઇઝીનો રેગ્યૂલર ખેલાડી બની ગયો. છેલ્લી કેટલીક સિઝનથી તે મુંબઇ ઇન્ડિયન્સ માટે લીડ પ્લેયર બનેલો છે.  IPLના દમદાર પ્રદર્શને સૂર્યકુમારને ઇન્ટરનેશનલ ડેબ્યૂનો મોકો આપ્યો. 14 માર્ચ, 2021એ સૂર્યકુમારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 મેચોમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ. આના ચાર મહિના બાદ જ તેને વનડે ડેબ્યૂનો પણ મોકો મળી ગયો. પોતાની પહેલી મેચમાં તેને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં રમી. હવે એક વર્ષની અંદર અંદર આ ખેલાડીને ભારતની ટેસ્ટ ટીમમાં પણ જગ્યા મળી ગઇ છે.


આવું રહ્યું સૂર્યકુમારનું પરફોર્મન્સ - 
સૂર્યકુમાર યાદવ હાલમાં ટી20 રેન્કિંગમાં નંબર -1 બેટ્સમેને છે, તેને 48 T20I મેચોમાં 46.52 ની એવરેજ અને 175 ની સ્ટ્રાઇક રેટથી 1675 રન બનાવી દીધા છે. જોકે, વનડેમાં તેનો રેકોર્ડ એટલો દમદાર નથી રહ્યો, સૂર્યકુમારે વનડે ફૉર્મેટમાં 20 મેચોમાં 28.86ની એવરેજ અને 102 ની સ્ટ્રાઇક રેટથી 433 રન બનાવ્યા છે.