Suryakumar Yadav 2500 T20I runs: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં ત્રીજી T20I મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમને ત્રીજા જ ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો પરંતુ સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોરચો સંભાળ્યો. ત્યારબાદ બંને બેટ્સમેનોએ બાંગ્લાદેશી બોલરોની જોરદાર ધોલાઈ કરતાં માત્ર 7.1 ઓવરમાં સ્કોરબોર્ડ પર 100 રન લગાવી દીધા. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે 31 રન પૂરા કરવાની સાથે જ ઇતિહાસ રચ્યો.


વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવે T20I ક્રિકેટમાં 2500 રનનો આંકડો સ્પર્શ્યો છે. સૂર્યાએ T20Iમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાના મામલે રોહિત શર્માનો વિક્રમ પણ તોડી નાખ્યો છે. સૂર્યા સૌથી ઝડપથી આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય અને દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. સૂર્યાએ માત્ર 71મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો જ્યારે રોહિતને 2500 રન પૂરા કરવા માટે 92 ઇનિંગ લાગી હતી.


T20Iમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરનારા બેટ્સમેન



  • બાબર આઝમ 62

  • મોહમ્મદ રિઝવાન 65

  • વિરાટ કોહલી 68

  • સૂર્યકુમાર યાદવ 71






ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસને હૈદરાબાદના સ્ટેડિયમમાં ધમાલ મચાવી દીધી છે. ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માના રૂપમાં પ્રથમ વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવે બોલરોને ધક્કો માર્યો અને માત્ર 7.1 ઓવરમાં સ્કોરબોર્ડ પર 100થી વધુ રન બનાવ્યા.


અભિષેક શર્મા ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં જ આઉટ થયો હતો, પરંતુ તે પછી સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવે કમાન સંભાળી હતી. આ પહેલા ભારતે કોઈપણ T20 મેચમાં પાવરપ્લેમાં સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. ભારતે 2021માં સ્કોટલેન્ડ સામે 2 વિકેટ ગુમાવીને 82 રન બનાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે હૈદરાબાદમાં માત્ર એક વિકેટ ગુમાવીને 82 રન બનાવીને પોતાનો રેકોર્ડ સુધાર્યો છે. આ દરમિયાન સેમસને પણ માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી છે.


આ પણ વાંચોઃ


IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન