શોધખોળ કરો

IND vs SA: સાઉથ આફ્રિકા સામે હાર બાદ કેપ્ટન સૂર્યકુમારનું નિવેદન, ખરાબ બેટિંગને લઈ કહી આ વાત

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ સુપર 8 મેચમાં 76 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો

Suryakumar yadav statement: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ સુપર 8 મેચમાં 76 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે સેમિફાઇનલમાં પહોંચવાનો તેમનો માર્ગ ઘણો મુશ્કેલ બન્યો હતો. ટીમ ઇન્ડિયાનો સામનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. 188 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું એક નિવેદન સામે આવ્યું છે,  જેમાં ખરાબ બેટિંગને સૌથી મોટું કારણ ગણાવ્યું.

અમે પાવરપ્લેમાં ઘણી બધી વિકેટ ગુમાવી દીધી

T20 વર્લ્ડ કપ 2026 સુપર 8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ બ્રોડકાસ્ટર સાથે વાત કરતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને લાગે છે કે અમે મેચની શરૂઆત સારી રીતે કરી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે અમારા બોલરોએ સારી બોલિંગ કરી હતી." તે પછી 7 થી 15 ઓવર વચ્ચે તેઓએ જે રીતે બેટિંગ કરી મને લાગે છે કે તેમણે ખૂબ સારી બેટિંગ કરી અને પછી અમે રમતમાં પાછા ફર્યા. જો આપણે જોઈએ તો અમે ઘણી સારી બોલિંગ કરી. લક્ષ્યાંકનો પીછો કરવામાં અમે વધુ સારી બેટિંગ કરી શક્યા હોત. હું કહેવા માંગુ છું કે ક્યારેક ક્યારેક તમારે વિચારવું પડે છે કે જો તમે 180 થી 185 ના સ્કોરનો પીછો કરી રહ્યા છો તો તમે પાવરપ્લેમાં મેચ જીતી શકશો નહીં, પરંતુ તમે ચોક્કસપણે હારી શકો છો.    

અમે મજબૂત રીતે વાપસી કરીશું

આ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ સેમિફાઇનલમાં પહોંચવાનો તેમનો રસ્તો ચોક્કસપણે થોડો મુશ્કેલ બની ગયો છે. સૂર્યકુમાર યાદવે આ વિશે કહ્યું, "અમે આ હારમાંથી શીખીશું અને બેસીને ચર્ચા કરીશું જેથી અમે મજબૂત રીતે વાપસી કરી શકીએ. આશા છે કે, આગામી મેચોમાં, અમે સારી બેટિંગ કરીશું, સારી બોલિંગ કરીશું અને સારી ફિલ્ડિંગ કરીશું, બસ. આપણે તેને સરળ રાખવાનો પ્રયાસ કરીશું.  આપણે જે પ્રકારનું ક્રિકેટ રમવા માંગીએ છીએ તે રમીશું અને કંઈ બદલાશે નહીં. મને લાગે છે કે અમે મજબૂત રીતે વાપસી કરીશું."       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
સૂર્યકુમાર યાદવને કેટલી ઈનામી રકમ મળી? જાણો T20 વર્લ્ડ કપ જીત્યા બાદની કુલ કમાણી
સૂર્યકુમાર યાદવને કેટલી ઈનામી રકમ મળી? જાણો T20 વર્લ્ડ કપ જીત્યા બાદની કુલ કમાણી
ઇશાન કિશનને વર્લ્ડ કપ જીત્યા બાદ કેટલી ઇનામી રકમ મળી? આંકડો જાણી તમે પણ ચોંકી જશો
ઇશાન કિશનને વર્લ્ડ કપ જીત્યા બાદ કેટલી ઇનામી રકમ મળી? આંકડો જાણી તમે પણ ચોંકી જશો
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget