IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઇ છે. આજે પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આ સીરીઝની પહેલી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં ભારતના સ્ટાર બેટ્સમેને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે સૂર્યકુમાર મેદાનમાં ટેસ્ટ જર્સીમાં દેખાશે. આ તેની ડેબ્યૂ ટેસ્ટ મેચ છે. ટૉસ પહેલા તે તેને ટેસ્ટ કેપ પહેરાવવામાં આવી હતી.
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કૉચ રહેલા રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને ટેસ્ટ કેપ પહેરાવી હતી, આ દરમિયાન સૂર્યકુમારના એક્સપ્રેશન્સ જોવા લાયક હતા, સૂર્યકુમારની સાથે જ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે પણ પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે. તેને પણ નાગપુર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી છે.
કેવો રહ્યો અત્યારે સુધીનો સૂર્યકુમારનો સફર -
સૂર્યકુમાર યાદવે વર્ષ 2010માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, તે વર્ષે તેને મુંબઇ માટે ટી20, લિસ્ટ-એ અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં ડેબ્યૂ કર્યુ હતુ. ઘરેલુ ક્રિકેટમાં લાજવાબ પ્રદર્શનનુ પરિણામ એ આવ્યુ કે, સૂર્યકુમારને IPL માં એન્ટ્રી મળી ગઇ. વર્ષ 2012માં તો તેને માત્ર એક IPL મેચ રમવાનો મોકો મળ્યો પરંતુ આ પછી તે પોતાની ફ્રેન્ચાઇઝીનો રેગ્યૂલર ખેલાડી બની ગયો. છેલ્લી કેટલીક સિઝનથી તે મુંબઇ ઇન્ડિયન્સ માટે લીડ પ્લેયર બનેલો છે.
IPLના દમદાર પ્રદર્શને સૂર્યકુમારને ઇન્ટરનેશનલ ડેબ્યૂનો મોકો આપ્યો. 14 માર્ચ, 2021એ સૂર્યકુમારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 મેચોમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ. આના ચાર મહિના બાદ જ તેને વનડે ડેબ્યૂનો પણ મોકો મળી ગયો. પોતાની પહેલી મેચમાં તેને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં રમી. હવે એક વર્ષની અંદર અંદર આ ખેલાડીને ભારતની ટેસ્ટ ટીમમાં પણ જગ્યા મળી ગઇ છે.
આવું રહ્યું સૂર્યકુમારનું પરફોર્મન્સ -
સૂર્યકુમાર યાદવ હાલમાં ટી20 રેન્કિંગમાં નંબર -1 બેટ્સમેને છે, તેને 48 T20I મેચોમાં 46.52 ની એવરેજ અને 175 ની સ્ટ્રાઇક રેટથી 1675 રન બનાવી દીધા છે. જોકે, વનડેમાં તેનો રેકોર્ડ એટલો દમદાર નથી રહ્યો, સૂર્યકુમારે વનડે ફૉર્મેટમાં 20 મેચોમાં 28.86ની એવરેજ અને 102 ની સ્ટ્રાઇક રેટથી 433 રન બનાવ્યા છે.