T20 World Cup, IND vs PAK : ટી20 વર્લ્ડકપમાં ભારત તેના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલાની અત્યારથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે.
બિશન સિંહ બેદીએ મેચ છોડીઃ નવેમ્બર 1978માં પાકિસ્તાનના બેટ્સમેન મુશ્તાક મોહમ્મદે અશુંમાન ગાયકવાડને સતત ચાર બાઉંસર માર્યા હતા. પરંતુ એમ્પાયરે એક પણ બોલ વાઇડ આપ્યો નહોતો. પાકિસ્તાનની મેચ જીતવાની પેંતરાબાજી બિશન સિંહ બેદી સમજી ગયા હતા. તેમણે બેટ્સમેનોને અંદાર બોલાવી લીધા અને મેચ પાકિસ્તાનને સોંપી દીધી. જેનાથી બંને ટીમોના સંબંધમાં ખટાશ આવી હતી. જ્યારે કોઈ કેપ્ટને બેઈમાની કરી રહેલી વિરોધી ટીમને ગુસ્સામાં જીત આપી દીધી હોય તેવી આ વન ડે ઈન્ટરનેશનલની પ્રથમ ઘટના હતા.
ખરાબ પ્રકાશ છતાં મેચ ચાલુ રહીઃ 1991માં શારજહામાં ભારત, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિલ્સ ટ્રોફી રમાઈ હતી. પાકિસ્તાને 50 ઓવરમાં 257 રન બનાવ્યા હતા. તે દિવસોમાં અહીં ફ્લઇલાઇટ નહોતી. ભારતની ઈનિંગ વખતે અજવાળું નહોતું. મેદાનમાં રમતા ખેલાડીઓ તો ઠીક ટીવી પર મેચ જોતા લોકો પણ બોલ નહોતા જોઈ શકતા. આ મેચમાં પાકિસ્તાનની અવળચંડાઈના કારણે ભારતે ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
દેડકાની જેમ ઉછળ્યો મિયાંદાદઃ 1992ના વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ આજેપણ લોકોને યાદ છે. ભારતે પાકિસ્તાનને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાને બે વિકેટ પર 85 રન બનાવ્યા હતા. તે સમયે સચિન તેંડુલકરની એક બોલ પર કિરણ મોરેએ મિયાંદાર સામે કેચ આઉટની અપીલ કરી હતી. જેનાથી મિયાંદાદ ગુસ્સે ભરાયો બતો. મિયાંદાદે તે ઓવરમાં મિડ ઓપ પર બોલ ફટકારીને રન લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન મોરેએ સ્ટ્રાઇકર એન્ડ પર ગિલ્લી ઉડાવી દીધી હતી. જે બાદ મિયાંદાદે દેડકાની જેમ કૂદકો લગાવ્યો હતો. ભારત આ મેચ 43 રનથી જીત્યું હતું.
વેંકટેશ પ્રસાદે સોહેલને કર્યો આઉટઃ 1996ના વર્લ્ડકપમાં બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 288 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં હતું. ઈનિંગની 15મીઓવરમં આમિર સોહેલે વેંકેટેશ પ્રસાદને ઓફ સાઇડમાં ચોગ્ગો માર્યા બાદ બેટથી ઈશારો કરીને તે દિશામાં જ શોટ મારવાની વાત કરી હતી. પ્રસાદે બીજા જ બોલે આઉટ કર્યો હતો. ભારત મેચ 39 રનથી જીત્યું હતું.
મેદાન પર જ ઝઘડી પડ્યા ગંભીર-આફ્રિદીઃ 2007માં કાનપુર વન ડે દરમિયાન ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી મેદાન પર ઝઘડી પડ્યા હતા. ગંભીર રન લેવા દોડતો હતો ત્યારે આફ્રિદી તેની સાથે ટકરાયો હતો. જેને લઈ બંને ખેલાડી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. એમ્પાયર ઈયાન ગૂલ્ડે મામલો શાંત પાડ્યો હતો. ઘટનાને લઈ બંને ખેલાડીને મેચ રેફરીએ દંડ કર્યો હતો.