IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો અહીં એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર આમને સામને થઇ રહી છે, ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. જાણો એડિલેડ ઓવલની પીચમાં શું છે ખાસ, ને કોને કરી શકે છે મદદ....
કેવી છે આજની પીચ ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ઓસ્ટ્રેલિયાની એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાઇ રહી છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, આ પહેલા જાણી લો એડિલેડની પીચ કેવી છે.
રિપોર્ટ પ્રમાણે એડિલેડની પીચ બેટિંગ માટે ખુબ મદદરૂપ સાબિત થઇ શકે છે. ખાસ કરીને રાત્રે રમાનારી મેચોમાં અહીં ખુબ ઢગલાબંધ રન બન્યા છે, ટી20 ક્રિકેટમાં અહીં નાઇટ મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમોના બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરી છે, અહીં એવરેજ સ્કૉર 170+ રહ્યો છે. આવામાં ટીમ ઇન્ડિયાના દમદાર બેટ્સમેનો અહીં રનના ઢગલા ખડકી શકે છે. પીચના મિજાજ પરથી માની શકાય કે અહીં રનોનો વરસાદ થઇ શકે છે.
ટીમ ઇન્ડિયામાં એકમાત્ર ફેરફાર
ભારતીય ટીમમાં ગઇ મેચની સરખામણીમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે, ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઇ છે, અક્ષર પટેલ ટીમમાં દીપક હુડ્ડાની જગ્યાએ રમશે.
કેપ્ટન રોહિત શર્માએ એકમાત્ર ફેરફાર અક્ષર પટેલને ફરીથી ટીમમાં સામેલ કરીને કર્યો છે, ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને તક આપવામા આવી હતી, પરંતુ બેટિંગમાં કંઇક ખાસ કમાલ ન હતો કરી શક્યો, જોકે, કેપ્ટન રોહિતે તેને એકપણ બૉલ ફેંકવા માટે આપ્યો નહતો. આજની મેચમાં તમામની નજર અક્ષરના ઓલરાઉન્ડર પ્રદર્શન પર રહેશે.
ભારતની પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની પ્લેઇંગ 11
નજમૂલ હોસૈન શાન્તો, લિટન દાસ, શાકિબ અલ હસન, અફીક હોસૈન, નુરુલ હસન, મોસાદ્દેક હોસૈન, શોરીફૂલ ઇસ્લામ, યાસિર અલી, તસ્કીન અહેમદ, મુસ્તાફિજરુ રહેમાન, હસન મહમૂદ.
T20 વર્લ્ડ કપ સુપર 12 સ્ટેજમાં ગ્રુપ 2ની બાકીની મેચો
2 નવેમ્બર: ઝિમ્બાબ્વે v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ
2 નવેમ્બર: ભારત v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ
3 નવેમ્બર: પાકિસ્તાન v/s દક્ષિણ આફ્રિકા, SCG, સિડની
6 નવેમ્બર: દક્ષિણ આફ્રિકા v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ
6 નવેમ્બર: પાકિસ્તાન v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ
6 નવેમ્બર: ભારત v/s ઝિમ્બાબ્વે, MCG, સિડની