VIDEO: આઇસીસી ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યો છે, ભારતીય રન મશીન વિરાટ કોહલી ફૂલ ફોર્મમાં છે, એકબાજુ તેના ફેન્સ ખુશ છે અને તે ખુદ પણ ખુશ છે, પરંતુ આ બધાની વચ્ચે એક ઘટના એવી બની છે જેને ખુદ વિરાટ કોહલીને ગુસ્સે થવા પર મજબૂર કરી દીધો છે. ખરેખરમાં, વિરાટ કોહલીની પ્રાઇવસીને લઇને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેના પર ખુદ વિરાટ કોહલી ગુસ્સે ભરાયો છે.
તાજેતરમાં જ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક ફેન વિરાટના હૉટલ રૂમમાં ઘૂસી ગયો, આ વીડિયો જોયા બાદ વિરાટનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, અને તેને ફેન્સને ચેતાવણી પણ આપી દીધી. જાણો વિગતે
કોહલી અત્યારે ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ વીડિયો કોઇ ફેને બનાવ્યો છે, એક હૉટલ રૂમના વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયો પૉસ્ટ કરતાં કોહલીએ લખ્યું-- હું સમજુ છુ કે પ્રશંસકો તેના મનપસંદ ખેલાડીને જોઈને વધુ ખુશ થાય છે અને તેને મળવા માટે ઉત્સાહિત રહે છે અને મેં હંમેશા તેના વખાણ કર્યા છે, પરંતુ આ વીડિયો ખતરનાક છે. જેણે મારી પ્રાઈવસી અંગે ઘણુ ખરાબ મહેસૂસ કરાવ્યું છે.
--
T20 WC 2022: અત્યાર સુધી કોણે ફટકાર્યા સૌથી વધુ છગ્ગા, સૌથી વધુ રન, સૌથી વધુ સ્કૉર, જાણો અહીં ટી20 વર્લ્ડકપના આંકડા
T20 WC 2022 Stats: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં અત્યાર સુધી બેતૃત્યાંશ મેચો રમાઇ ચૂકી છે. આ મેચ બાદ આ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન અને વિકેટો ઝડપવાના મામલામાં શ્રીલંકાનો ખેલાડી ટૉપ પર છે. જોકે, આનુ એક કારણ એ પણ છે કે, સુપર 12 રાઉન્ડમાં અન્ય ટીમોની તુલનામાં શ્રીલંકાને 3-3 મેચો વધુ રમવા મળી છે.
શ્રીલંકા, નેધરલેન્ડ્સ, આયરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમોએ ટી20 વર્લ્ડકપ 2022માં ફર્સ્ટર રાઉન્ડમાં પણ મેચો રમી હતી. ભારત સહિત આઠ મોટી ટીમો આ રાઉન્ડ નથી રમી.
ટી20 વર્લ્ડકપના ટૉપ આંકડાઓ -
1. સર્વોચ્ચ સ્કૉર - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા.
2. સૌથી મોટી જીત - દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રનોથી હાર આપી.
3. સૌથી વધુ રન - શ્રીલંકાના ઓપનર બેટ્સમેન કુસલ મેન્ડિસે 6 ઇનિંગોમાં 180 રન ફટકાર્યા છે. તેમાં તેની બેટિંગ એવરેજ 36 અને સ્ટ્રાઇક રેટ 156.52 ની રહી છે.
4. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - દક્ષિણ આફ્રિકાના રિલી રોસોએ બાંગ્લાદેશ વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમી.
5. સૌથી વધુ છગ્ગા - રિલી રોસો અત્યાર સુધી 8 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
6. સૌથી વધુ વિકેટ - શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ 6 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 16.30 અને ઇકોનૉમી રેટ 7.08 રહ્યો છે.
7. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સેમ કરને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટો ઝડપી.
8. સૌથી બેસ્ટ વિકેટકીપિંગ - દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટૉન ડીકૉકે સ્ટમ્પની પાછળ 6 શિકાર કર્યા છે.
9. સૌથી મોટી ભાગીદારી - દક્ષિણ આફ્રિકાના રિલી રોસો અને ક્વિન્ટૉન ડીકૉકે બાંગ્લાદેશ વિરુદ્ધ 168 રનની ભાગીદારી કરી.
10. સૌથી વધુ કેચ - શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ 6 મેચોમાં 6 કેચ કર્યા છે.