T20 World Cup 2022, AUS vs NZ:  T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ ગઈ છે.

  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 200 રન બનાવ્યા હતા. કોન્વે 58 બોલમાં 92 રન ( 7 ફોર અને 2 સિક્સ) અને નીશનમ 13 બોલમાં 26 રન (2 સિક્સ) બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.


ન્યુઝીલેન્ડે બનાવ્યો ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર


ન્યુઝીલેન્ડે 200 રન બનાવવાની સાથે ટી20 વર્લ્ડકપમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. કિવી ટીમે ટી20 વર્લ્ડકપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 198 રન હતો. જે તેણે 009માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. તે પહેલા 2012માં બાંગ્લાદેશ સામે 191 રન બનાવ્યા હતા.


આસ્ટ્રેલિયાની કંગાળ બેટિંગ, ન્યુઝીલેન્ડની શાનદાર ફિલ્ડિંગ


201 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની કંગાળ શરૂઆત થઈ હતી. 6 રનના સ્કોરે વોર્નરની વિકેટ ગુમાવી હતી. જે બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ગયા હતા. 90 રન સુધીમાં ઓસ્ટ્રેલિયાના ટોચના 7 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન ન્યુઝીલેન્ડની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી હતી. ગ્લેન ફિલિપ્સે સેન્ટરની ઓવરમાં માર્કસ સ્ટોયનિસનો શાનદાર કેચ પકડ્યો હતો.






ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. કિવી ટીમ એ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે.