T20 World Cup 2022 BAN vs NED: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે બે મહત્વની મેચો રમાશે, પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે નેધરલેન્ડ્સ (BAN vs NED)ની ટક્કર થશે. વળી, બીજી મેચમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે (SA vs ZIM) આમન સામને રહેશે. આ બન્ને મેચો ઓસ્ટ્રેલિયામાં હોબાર્ટના બેલેરાઇવલ ઓવલ સ્ટેડિયમાં જ રમાશે. આ ચારેય ટીમો સુપર 12માં ગૃપમાં સામેલ છે. ભારત અને પાકિસ્તાનની ટીમો આ ગૃપનો જ ભાગ છે. 


બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેનડ્સ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?
બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેનડ્સ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ બપોરે 1.30 કલાકથી શરૂ થશે.


મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલ પર થશે?
બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેનડ્સની મેચ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ, આ બન્ને મેચોના સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે T20 વર્લ્ડ કપના પ્રસારણના અધિકારો છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર દેશની અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે જોઈ શકો છો.


ફ્રીમાં મેચ કેવી રીતે જોવી?
આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ડીડી ફ્રી ડીશમાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. ડીડી સ્પોર્ટ્સ ચેનલ માટે કોઈ ચાર્જ નથી. આવી સ્થિતિમાં, તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વિના આ મેચ જોઈ શકો છો.


બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેનડ્સ - 
બાંગ્લાદેશની ટીમ હાલમાં ખરાબ સમયમાથી પસાર થઇ રહી છે. આ વર્ષે મુશ્કેલથી અમૂક જ ટી20 મેચો જીતી છે. નબળી ટીમોની સામે જ તેને હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે છેલ્લી ચારેય મેચ ગુમાવી છે. આવામાં આ કેપ્ટન શાકિબ અલ હસનની સામે પોતાની ટીમને જીતના પાટા પર લાવવા પ્રયાસ કરશે. વળી, નેધરલેન્ડ્સની ટીમ ટી20 વર્લ્ડકપમના ફર્સ્ટ રાઉન્ડની બન્ને મેચોની જીતીને સુપર 12માં પહોંચી છે. આવામાં તે આત્મવિશ્વાથી ભરેલી છે. બન્ને ટીમોની વચ્ચે આ મેચ એકદમ દિલચસ્પ બની શકે છે. આ મેચ સવારે 9.30 કલાકે શરૂ થઇ જશે. 


દક્ષિણ આફ્રિાક વિરુદ્ધ ઝિમ્બાબ્વે - 
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આજે ઝિમ્બાબ્વેને પડકાર રહેશે, બન્ને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડકપમાં ટકરાશે. આમા તો અત્યાર સુધી 5 ટી20 મેચો રમી છે, જેમાં તમામ મેચોમાં દક્ષિણ આફ્રિકાને જીત હાંસલ થઇ છે. દક્ષિણ આફ્રિકા ટીમમાં ટી20ના એકથી એક દિગ્ગજો ભરેલા છે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.