T20 World Cup Points Table: સૂર્યકુમાર યાદવ (61) અને કેએલ રાહુલ (51)ની તોફાની ઈનિંગ્સને કારણે ટીમ ઈન્ડિયાએ મેલબોર્નમાં T20 વર્લ્ડ કપના સુપર-12 ગ્રુપ Bની ફાઈનલ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ગ્રુપ Bના પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવી લીધું છે.

ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. બીજી તરફ જો તમે સુપર-12ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો અહીં ગ્રુપ Aમાં ન્યુઝીલેન્ડ 7 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ગ્રુપ Bમાં ભારતીય ટીમ 8 પોઈન્ટ સાથે ટોચ પર છે. આજે અમે તમને સેમિફાઇનલ પહેલા છેલ્લી વખત T20 વર્લ્ડ કપ સુપર-12ના બંને ગ્રૂપ અને પોઈન્ટ ટેબલની સંપૂર્ણ સ્થિતિ જણાવીશું.

ન્યૂઝીલેન્ડ ગ્રુપ Aમાં ટોચ પર છે

T20 વર્લ્ડ કપ સુપર-12ના ગ્રુપ Aમાં ન્યુઝીલેન્ડ અન્ય પાંચ ટીમોને પાછળ છોડીને 7 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટોચ પર છે. જોકે, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 7-7 પોઈન્ટ પર બરાબરી પર હતા. પરંતુ તેમના સારા રન-રેટના કારણે, કિવી ટીમે ગ્રુપ A ના પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 

ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ

ન્યૂઝિલેન્ડ

5

3

1

7

+2.113

ઈંગ્લેન્ડ

5

3

1

7

+0.473

ઓસ્ટ્રેલિયા

5

3

1

7

-0.173

શ્રીલંકા

5

2

3

4

-0.422

આયરલેન્ડ

5

1

3

3

-1.615

અફઘાનિસ્તાન

5

0

3

2

-0.571

ગ્રુપ Bમાં ભારત ટોપ પર

T20 વર્લ્ડ કપ સુપર-12ના ગ્રુપ Bમાં ભારતે જીત મેળવી છે. વાસ્તવમાં ગ્રુપ Bમાં 8 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. તે જ સમયે, ભારત પછી પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. તમને જણાવી દઈએ કે આ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રન રેટ

ભારત

5

4

1

8

+1.322

પાકિસ્તાન

5

3

2

6

+1.028

દક્ષિણ આફ્રિકા

5

2

2

5

+0.874

નેધરલેન્ડ

5

2

2

4

-0.849

બાંગ્લાદેશ

5

2

3

4

-1.176

જિમ્બાબ્વે

5

1

3

3

-1.138

હવે સેમિ ફાઈનલમાં આ ટીમો રમશેઃ

આજે રમાયેલી મેચ બાદ સેમિ ફાઈનલના જંગ માટે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ભારત સેમિ ફાઈનલમાં 10 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. જ્યારે સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટક્કર ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ થશે. પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની 9 નવેમ્બરના રોજ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યે રમાશે. આ સાથે 10 નવેમ્બરના રોજ બીજો સેમિ ફાઈનલ મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ બપોરે 1.30 વાગ્યે ઓવેલ સ્ટેડિયમ એડિલેડ ખાતે રમાશે.