T20 World Cup 2024: આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ એલિસા હીલીના હાથમાં રહેશે. ઓક્ટોબરમાં રમાનાર આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. પહેલા મહિલા ટી-20 વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો પરંતુ હવે તેની યજમાની યુએઈમાં થવાની છે. રાજકીય ઉથલપાથલના કારણે તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.






ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 3 થી 20 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં વિસ્ફોટક પ્રદર્શન કરનાર સ્ટાર ખેલાડી એલિસા હિલીને ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્પિનર ​​ફોબી લિચફિલ્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બની છે. ટાયલા વ્લામિક, સોફી મોલિનેયુક્સ અને ડાર્સી બ્રાઉને પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે.


6 વખત ચેમ્પિયન બની છે ઓસ્ટ્રેલિયા


મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. અત્યાર સુધી આ ટીમે સૌથી વધુ 6 વખત ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 2010માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી 2012, 2014, 2018, 2020, 2023માં પણ આ ટ્રોફી જીતી હતી. વર્તમાન ચેમ્પિયન ફરી એકવાર તેને પોતાના નામે કરવા ઈચ્છશે.


T20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ


એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ-કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, એલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેયરહમ, ટેયલા વ્લામિન્ક                                                                             


આ પણ વાંચોઃ


Women’s T20 World Cup 2024: બાંગ્લાદેશમાં નહીં રમાય મહિલા ટી20 વર્લ્ડકપ 2024, ICCએ નવા સ્થળની કરી જાહેરાત