T20 World Cup 2024 IND vs CAN: ભારત અને કેનેડા (India vs Canada) વચ્ચેની મેચ ફ્લોરિડાના લોડરહિલમાં (Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida) રમાવાની છે. પરંતુ વરસાદના કારણે આ મેચ પ્રભાવિત થઈ શકે છે. વરસાદના કારણે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન (Team India Practice seassion) રદ કરવામાં આવ્યું હતું. હવે ઋષભ પંતે (Rishabh Pant) લોડરહિલની તાજેતરની સ્થિતિને લઈને એક વીડિયો શેર કર્યો છે. ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ પણ ત્યાં વરસાદ ચાલુ છે.
ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram story) પર એક વીડિયો શેર કર્યો છે. આ લોડરહિલ, ફ્લોરિડાનો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. પંતે વીડિયો સાથે દુખ વ્યક્ત કરતું ઈમોજી પણ શેર કર્યું છે. ભારત અને કેનેડા વચ્ચે શનિવારે સાંજે અહીં મેચ રમાવાની છે. પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ થઈ શકે છે.
વરસાદને કારણે બે મેચ રદ્દ કરવામાં આવી છે -
T20 વર્લ્ડ કપ 2024ની ચાર મેચ લોડરહિલ, ફ્લોરિડામાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે બે મેચ રદ્દ કરવામાં આવી છે. 11 જૂને શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ રમાવાની હતી. વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. આ પછી, 14 જૂને યુએસએ અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી મેચ રદ કરવામાં આવી હતી. હવે ભારત અને કેનેડા વચ્ચે મેચ છે. આ પછી રવિવારે પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે.
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન -
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેણે સતત ત્રણ મેચ જીતી છે. હવે ભારતીય ટીમ કેનેડા સામે મેદાનમાં ઉતરશે. જો મેચ થશે તો તે કદાચ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. ટીમ ઈન્ડિયા તેના વિનિંગ કોમ્બિનેશનથી જ આગળ વધી શકે છે. આ પછી ભારતીય ટીમ સુપર 8 મેચમાં રમશે.