Indian Cricket Team T20 World Cup 2024 Schedule: T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે, જેના માટે ICCએ શેડ્યૂલ બહાર પાડ્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો 9 જૂને ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે થશે, જે ટૂર્નામેન્ટમાં ભારતની આગામી મેચ હશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં કુલ 4 મેચ રમશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે.


2024 T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ કેનેડા અને યુએસએ વચ્ચે રમાશે. વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂને રમાશે. ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની મેચો 1 થી 18 જૂન વચ્ચે રમાશે. આ પછી 19 થી 24 જૂન વચ્ચે સુપર-8 મેચો યોજાશે. ત્યારબાદ 26 અને 27 જૂનના રોજ સેમી ફાઈનલ મેચો રમાશે અને છેલ્લે 29મી જૂને ટાઈટલ મેચ રમાશે.


ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને 'A' થી 'D' સુધીના પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવી છે, એટલે કે દરેક ગ્રુપમાં પાંચ ટીમો રાખવામાં આવી છે. ભારતીય ટીમ ગ્રુપ-એમાં હાજર છે. ભારત ઉપરાંત ગ્રુપ Aમાં પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યુએસએ સામેલ છે. ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજની તમામ મેચ યુએસએમાં રમશે, જેમાં પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કમાં અને છેલ્લી ફ્લોરિડામાં રમાશે.


આ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ છે



5 જૂને ભારત વિ આયર્લેન્ડ
9મી જૂને ભારત વિ પાકિસ્તાન
12 જૂને ભારત વિ અમેરિકા
15મી જૂને ભારત વિ કેનેડા.


વેસ્ટ ઈન્ડિઝમાં નોકઆઉટ મેચો યોજાશે


ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો એટલે કે સેમી ફાઈનલ અને ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. 26 જૂને રમાનારી પ્રથમ સેમિફાઇનલ ગયાનામાં રમાશે. આ પછી બીજા દિવસે એટલે કે 27 જૂને ત્રિનિદાદમાં યોજાનારી સેમી ફાઈનલ રમાશે. ત્યારબાદ 29 જૂને યોજાનારી ટાઈટલ મેચ બાર્બાડોસમાં રમાશે.


ઉલ્લેખનીય છે કે 2024 T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચ રમાશે. તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના 9 સ્થળોએ યોજાશે.  ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ પછી 12 જૂને ભારતીય ટીમ અમેરિકા સામે ટકરાશે.  15 જૂને ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચ કેનેડા સાથે રમશે, જે ફ્લોરિડામાં રમાવાની છે. નોંધનિય છે કે, ક્રિકેટ ફેન્સને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતા હોય છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial