T20 World Cup 2024 Super 8 Qualification Chances: T20 વર્લ્ડ કપ શરૂ થયાને 2 અઠવાડિયા પણ પસાર થયા નથી અને ઘણી મોટી ટીમો પર વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો છે. આમાંથી એક નામ પાકિસ્તાનનું છે, જે સતત 2 મેચ હારી ચૂક્યું છે. એક તરફ ભારત, દક્ષિણ આફ્રિકા અને સ્કોટલેન્ડ પણ સુપર-8માં જશે તેવું લાગી રહ્યું છે. પરંતુ આ દરમિયાન ત્રણ મોટી ટીમો બહાર થઇ શકે છે. તો ચાલો જાણીએ કઈ 3 મોટી ટીમો વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો છે.


પાકિસ્તાન


T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન અત્યાર સુધી તેની બંને મેચ હારી ચૂક્યું છે. પહેલા અમેરિકાના હાથે અને પછી ભારતના હાથે હારનો સ્વાદ ચાખવો પડ્યો. પાકિસ્તાનના હાલ 2 મેચમાં 0 પોઈન્ટ છે. જો તેને સુપર-8માં જવું હોય તો તેણે તેની આગામી બે મેચો મોટા અંતરથી જીતવી પડશે. પાકિસ્તાનની મુસીબતો અહીં સમાપ્ત થશે નહીં કારણ કે તેને આશા રાખવી પડશે કે કેનેડા અને યુએસએ તેમની આગામી તમામ મેચ હારી જાય. પાકિસ્તાન અને યુએસએ બંનેના ચાર-ચાર પોઈન્ટ હોઈ શકે છે અને આવી સ્થિતિમાં નિર્ણય નેટ રન-રેટના આધારે લેવામાં આવશે. જો અમેરિકાની કોઈપણ મેચ વરસાદમાં ધોવાઈ જશે તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. હાલમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે.


ઈગ્લેન્ડ


ગ્રુપ બીમાં ઈગ્લેન્ડ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ઇગ્લેન્ડની સ્કોટલેન્ડ સાથેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજા મુકાબલામાં જોસ બટલરની ટીમને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઈગ્લેન્ડનો 2 મેચમાં એક પોઈન્ટ છે અને ટીમનો નેટ રન-રેટ -1.800 છે. હવે ઈગ્લેન્ડને આગામી 2 મેચ ઓમાન અને નામિબિયા સામે મોટા અંતરથી જીતવી પડશે. આ ઉપરાંત, ઇગ્લેન્ડ આશા રાખશે કે સ્કોટલેન્ડને ઓસ્ટ્રેલિયા સામે મોટા અંતરથી હાર મળે. હાલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગ્લેન્ડના સંજોગો ઘણા મુશ્કેલ દેખાઈ રહ્યા છે.


ન્યૂઝીલેન્ડ


ન્યૂઝીલેન્ડને T20 વર્લ્ડ કપ 2024 ની તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે 84 રનના વિશાળ માર્જિનથી હાર મળી છે. જોકે કિવી ટીમની હજુ 3 મેચ બાકી છે, પરંતુ તેનો નેટ રન-રેટ -4.200 છે. વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન અત્યાર સુધી તેમની બંને મેચ જીતી ચૂક્યા છે અને ગ્રુપ સી ટેબલમાં ટોપ-2માં છે. જો ન્યુઝીલેન્ડને સુપર-8માં જવું હોય તો તેણે તેની તમામ મેચ જીતવી પડશે. આ ગ્રુપમાં હજુ ઘણું બધું થઈ શકે છે, પરંતુ કિવી ટીમે આશા રાખવી પડશે કે યજમાન વેસ્ટ ઈન્ડિઝ તેની આગામી બે મેચ હારે. અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ ત્રણેય પણ 4 પોઈન્ટના ફેરામા ફસાઈ શકે છે. આવી સ્થિતિમાં સુપર-8નો નિર્ણય નેટ રન-રેટના આધારે લેવામાં આવશે.


યુએસએ અને અફઘાનિસ્તાન ફાયદામાં


T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Aની વાત કરીએ તો યજમાન USA ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. આ ટીમે 2 જીત નોંધાવ્યા બાદ 4 પોઈન્ટ એકત્રિત કર્યા છે. જો યુએસએ આગામી 2માંથી એક મેચ જીતે છે અને કેનેડાને એક પણ હાર સહન કરવી પડે છે, તો યુએસએ સુપર-8 માટે ક્વોલિફાય થશે. વધુ સારા નેટ રન-રેટને કારણે યુએસએ 4 પોઈન્ટ સાથે પણ આગળના તબક્કામાં જઈ શકે છે. બીજી તરફ ગ્રુપ સીમાં અફઘાનિસ્તાન હાલમાં સુપર-8માં જવા માટે પ્રબળ દાવેદાર જણાય છે. જો અફઘાનિસ્તાન આગામી બેમાંથી એક મેચ પણ જીતી લે તો સુપર-8માં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.