શોધખોળ કરો

Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?

IND vs NZ Final: આજે ન્યુઝીલેન્ડ સામેની T20 વર્લ્ડ કપ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. ફલોદી સટ્ટાબાજી બજારમાં અબજો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે.

IND vs NZ Final: ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટનો વધુ એક ખિતાબ જીતવા માટે ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આખો દેશ ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે ભારતીય ટીમ જૂના તમામ રેકોર્ડ તોડીને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનશે. ફેન્સને અત્યંત રોમાંચક અને રસાકસી ભરેલી ફાઈનલ મેચની અપેક્ષા છે.

રાજસ્થાનના વિશ્વ પ્રસિદ્ધ ફલોદી સટ્ટા બજારનું માનીએ તો, આ ખિતાબી મુકાબલામાં ન્યૂઝીલેન્ડની સરખામણીએ ટીમ ઈન્ડિયાનું પલડુંં થોડું ભારે રહી શકે છે. જોકે, ફાઈનલ મેચ ખૂબ જ રસાકસી વાળી થવાની શક્યતા છે. ફલોદીના સટ્ટા બજારની ચર્ચા માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને પણ અહીં અબજો રૂપિયાનો સટ્ટો લાગ્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જાણકારોના મતે, ફલોદી સટ્ટા બજારમાં ભારત અને ન્યૂઝીલેન્ડની જીતની સંભાવનાઓમાં બહુ મોટો તફાવત નથી. બંને વચ્ચે માત્ર 'ઓગણીસ-વીસ'નો જ તફાવત છે, એટલે કે બંનેમાંથી કોઈ પણ ટીમ ચેમ્પિયન બની શકે છે.

ભારત પર કેટલો સટ્ટો લાગી રહ્યો છે?

ફલોદી સટ્ટા બજારમાં આ વખતે 100 રૂપિયાના પ્રમાણમાં સટ્ટો લગાડવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવા પર ભારત પર સટ્ટો લગાવનારાઓને 120 થી 125 નો ભાવ મળી રહ્યો છે. એટલે કે જો ભારતની ટીમ જીતે છે, તો 100 રૂપિયાનો દાવ લગાવનારને 120 થી 125 મળશે. તેવી જ રીતે ન્યૂઝીલેન્ડની જીતનો ભાવ 130 થી 135 રૂપિયા છે. ન્યૂઝીલેન્ડ જીતશે તો તેના પર પૈસા લગાવનારને 100 રૂપિયાના બદલામાં 130 થી 135 રૂપિયા મળશે. બંને ટીમોની જીત-હારની સંભાવનામાં માત્ર 10% જેટલો જ તફાવત છે.

કઈ-કઈ બાબતો પર સટ્ટો રમાય છે?

ફલોદી સટ્ટા બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, 55% સટ્ટોડીયાઓએ ભારત પર દાવ લગાવ્યો છે, જ્યારે 45% લોકો ન્યૂઝીલેન્ડની જીતની શક્યતા દર્શાવી રહ્યા છે. જીત-હારની સંભાવનાઓ સાથે કુલ રન, ટોસ, પાવરપ્લેનો સ્કોર અને ખેલાડીઓના પ્રદર્શન પર પણ સટ્ટો રમાઈ રહ્યો છે. મોટાભાગના સટ્ટોડીયાઓનું માનવું છે કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. જો ભારત પહેલા બેટિંગ કરે તો 175 થી 180 રનનો સ્કોર બનાવી શકે છે. પાવરપ્લેમાં ભારતનો સ્કોર 55 રનની આસપાસ હોઈ શકે છે.

કયા ખેલાડીઓ પર સૌથી વધુ દાવ?

મોટાભાગના સટ્ટોડીયાઓને આશા છે કે આ ખિતાબી મુકાબલામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેચ વિનિંગ ઇનિંગ રમી શકે છે. બંને વિકેટકીપર સંજુ સેમસન અને ઈશાન કિશન પાસેથી પણ લોકો સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. આ ઉપરાંત બોલિંગની વાત કરીએ તો અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ પાસેથી લોકોને વધુ આશા છે. આ 5 ખેલાડીઓ પર જ સૌથી વધુ દાવ લગાવવામાં આવ્યો છે.

ફલોદી સટ્ટા બજારનું માનીએ તો, ખિતાબી મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો શાનદાર પ્રદર્શન કરશે. આ નજીકની ફાઈટમાં જીત કોઈ પણ પક્ષે જઈ શકે છે. જોકે સટ્ટોડીયાઓના મતે ભારતનું પલ્લું થોડું ભારે છે. ફલોદીના સટ્ટા બજારમાં મોટાભાગની રકમ મેચના દિવસે જ લાગે છે અને સમય તથા રમતની સાથે ભાવમાં પણ વધ-ઘટ થતી રહે છે. સટ્ટો પ્રતિબંધિત અને ગેરકાયદે હોવાને કારણે પૈસાની લેવડ-દેવડ ગુપ્ત રીતે કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026: ટિમ ડેવિડે રચ્યો ઇતિહાસ, ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ બાદ પણ 175 રન જ બનાવી શક્યું RCB
IPL 2026: ટિમ ડેવિડે રચ્યો ઇતિહાસ, ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ બાદ પણ 175 રન જ બનાવી શક્યું RCB
IPL 2026: આજે બેંગલુરુ અને દિલ્હી વચ્ચે ટક્કર; જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ 11
IPL 2026: આજે બેંગલુરુ અને દિલ્હી વચ્ચે ટક્કર; જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ 11
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Embed widget