T20 World Cup 2026 Playing 11: મુંબઈ અને નવી દિલ્હીમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે 'T20 વર્લ્ડ કપ 2026' (T20 World Cup 2026) ના આરે ભારતીય ટીમ (Team India) ની પસંદગીને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કોણ કરશે? આ રેસમાં બે વિકેટકીપર-બેટ્સમેન આમને-સામને છે: વિસ્ફોટક ફોર્મમાં ચાલી રહેલો ઈશાન કિશન (Ishan Kishan) અને ટીમ મેનેજમેન્ટનો ભરોસો ધરાવતો સંજુ સેમસન (Sanju Samson). આખરે આ સસ્પેન્સ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે મૌન તોડ્યું છે.

'જિયો હોટસ્ટાર' (JioHotstar) સાથેની ખાસ વાતચીત દરમિયાન, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને ઓપનિંગ જોડી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાના પત્તા ખોલવાનું ટાળ્યું હતું. સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે, "આ પ્રશ્નનો જવાબ 7 February ના રોજ જ મળશે." ઉલ્લેખનીય છે કે ભારત તે દિવસે યુએસએ (USA) સામે રમીને પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. કેપ્ટનના મતે, ટોસ સમયે જ્યારે 'પ્લેઈંગ ઈલેવન' (Playing 11) જાહેર થશે ત્યારે જ દુનિયાને ખબર પડશે કે મેનેજમેન્ટ કોના પર દાવ રમી રહ્યું છે.

જો આપણે તાજેતરના પ્રદર્શન (Current Form) પર નજર કરીએ તો ઈશાન કિશન હાલ સંજુ કરતા કોસો આગળ દેખાય છે. લગભગ 2 વર્ષ બાદ ટીમમાં વાપસી કરનાર ઈશાને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં ધમાકેદાર બેટિંગ કરી છે. તેણે 4 ઇનિંગમાં 53.75 ની શાનદાર સરેરાશથી 215 રન ખડક્યા છે. જેમાં તિરુવનંતપુરમમાં 43 બોલમાં ફટકારેલી 103 રનની સદી સૌથી ખાસ હતી, જેણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

Continues below advertisement
Continues below advertisement

બીજી તરફ, સંજુ સેમસનનું બેટ છેલ્લા ઘણા સમયથી શાંત છે. વર્ષ 2024 માં 3 સદી માર્યા બાદ તેનું ફોર્મ ગાયબ થઈ ગયું હોય તેવું લાગે છે. આંકડા મુજબ, January 2025 થી અત્યાર સુધીમાં તેણે ઓપનર તરીકે 11 ઇનિંગ રમી છે, જેમાં તે એક પણ ફિફ્ટી મારી શક્યો નથી અને કુલ માત્ર 134 રન જ બનાવી શક્યો છે. તાજેતરમાં કિવી ટીમ સામેની 5 મેચમાં તે માત્ર 46 રન બનાવી શક્યો હતો.

આ સ્થિતિને જોતા દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) એ તો ત્યાં સુધી કહી દીધું છે કે વર્તમાન ફોર્મને જોતા તેઓ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે નહીં. તેમના મતે ફોર્મમાં રહેલા ખેલાડીને જ તક મળવી જોઈએ. ગાવસ્કરનો આ સ્પષ્ટ અભિપ્રાય ઈશાન કિશનની દાવેદારી મજબૂત કરે છે.

હવે જોવાનું એ રહે છે કે કેપ્ટન સૂર્યા અને કોચ ગૌતમ ગંભીર આંકડા પર જાય છે કે અનુભવ પર. USA સામેની મેચમાં યશસ્વીનો જોડીદાર કોણ હશે તે જોવા માટે ચાહકો આતુર છે, પરંતુ હાલના તબક્કે ઈશાન કિશનનું પલડું ભારે લાગી રહ્યું છે.