'સૂર્યા' હીરો, બાકી પૂરી ટીમ ઈન્ડિયા 'ઝીરો', USA ના બોલરોનું શાનદાર પ્રદર્શન; ભારતે આપ્યો 162 રનનો લક્ષ્યાંક
T20 World Cup 2026: ભારતે અમેરિકા (USA) ને 162 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 161/9 રન બોર્ડ પર લગાવ્યા હતા.

T20 World Cup 2026: ભારતે અમેરિકા (USA) ને 162 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 161/9 રન બોર્ડ પર લગાવ્યા હતા. આ મુકાબલામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ 'હીરો' બન્યો હતો, જ્યારે બાકીની આખી ટીમ 'ઝીરો' સાબિત થઈ હતી.
Innings Break!
Captain Surya Kumar Yadav's terrific 8⃣4⃣*(49) propel #TeamIndia to 1⃣6⃣1⃣ 👌👌
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/Rlm2ARPnOV#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/6cI4ctXIVk — BCCI (@BCCI) February 7, 2026
સૂર્યાએ શાનદાર બેટિંગ કરતા 49 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન સિવાય અન્ય કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. મેચમાં યુએસએના બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. ટીમ માટે શેડલી વેન શાલ્કવિકે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, યુએસએના બોલરોએ દરેક ભારતીયને આશ્ચર્યચકિત કરી દીધા. વિસ્ફોટક બેટ્સમેનોથી ભરેલી ટીમ ઈન્ડિયા, યુએસએ સામે એક એક પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. વિકેટો સતત પડી રહી હતી અને રન રેટ અત્યંત ધીમો હતો, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર્વત સાબિત થયો. શરૂઆતમાં તેમણે યુએસએના બોલરોનું સન્માન કર્યું, પરંતુ અંતે તેમણે પોતાના નેચરલ શોટ રમ્યા અને ટીમનો સ્કોર 150 થી વધુ લઈ ગયો. એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા 125 સુધી પણ પહોંચી શકશે નહીં, પરંતુ સૂર્યકુમાર યાદવના અણનમ 84 રનથી ભારત 161 સુધી પહોંચી ગયું.
ભારતીય મૂળના ખેલાડીઓથી બનેલી યુએસએ ટીમે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. તે સ્પષ્ટ હતું કે તેઓ ભારત જેવી મજબૂત ટીમ સામે સંપૂર્ણપણે તૈયાર થઈને આવ્યા હતા. ભારતના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા શૂન્ય રન પર આઉટ થયો. શિવમ દુબે પણ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. રિંકુ સિંહ 14 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો, જ્યારે હાર્દિક પંડ્યા છ બોલમાં 5 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
યુએસએ પ્લેઈંગ ઈલેવન
એન્ડ્રીસ ગૌસ (વિકેટકીપર), સૈતેજા મુક્કલ્લા, મોનાંક પટેલ (કેપ્ટન), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રાંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શાલ્કવિક, અલી ખાન, સૌરભ નેત્રાવલકર
ભારતની પ્લેઈંગ ઈલેવન
ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને વરુણ ચક્રવર્તી




















