T20 World Cup 2024 WI vs SA: અત્યારે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપમાં આજે 'કરો યા મરો' મેચ રમાઈ રહી છે. આ મેચ જીતનારી ટીમ સેમિફાઇનલ માટે ક્વૉલિફાય થશે, જ્યારે હારનાર ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 135 રન બનાવ્યા હતા. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકાની ફિલ્ડિંગ દરમિયાન કેચ લેતી વખતે ટીમના બે ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રબાડા અને માર્કો જેન્સેન વચ્ચે ટક્કર
વાસ્તવમાં ઈનિંગની આઠમી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને એક બૉલ પર જોરદાર શૉટ ફટકાર્યો હતો. બોલ લાંબા સમય સુધી હવામાં રહ્યો અને કગિસો રબાડા અને માર્કો જેન્સેન તેને પકડવા દોડ્યા. આ બંને ખેલાડીઓ બાઉન્ડ્રી લાઇનની નજીક ગયા બાદ એકબીજા સાથે જોરદાર રીતે અથડાયા હતા. અથડામણ દરમિયાન રબાડાનો ઘૂંટણ જેન્સનના પેટમાં વાગ્યો અને માર્કો લાંબા સમય સુધી પીડામાં રહ્યો. આ પછી થોડીવાર માટે મેચ રોકવી પડી હતી અને ફિઝિયોને મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા. ગંભીર દર્દના કારણે માર્કો જેન્સનને મેદાન છોડવું પડ્યું હતું.
વેસ્ટ ઇન્ડિઝે બનાવ્યા 135 રન
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતા રોસ્ટન ચેઝે સૌથી વધુ 52 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન રોસ્ટન ચેઝે 3 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય કાયલ મેયર્સે 35 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગ કરતી વખતે તબરેઝ શમ્સીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
-