Tamil Nadu Premier League 2025: શનિવારે તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમાયેલી સીકેમ મદુરાઈ પેન્થર્સ વિરુદ્ધ ડીંડીગુલ ડ્રેગન મેચ દરમિયાન એક રમુજી ઘટના બની, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડીંડીગુલના ફિલ્ડરોએ એક જ બોલ પર ઘણી વખત વિકેટ લેવાની તક ગુમાવી દીધી, કેપ્ટન આર અશ્વિન પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો.
આર અશ્વિન અગાઉ તમિલનાડુ પ્રીમિયર લીગમાં ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યો હતો, ત્યારે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ વખતે તેની ટીમના ફિલ્ડરોની ખરાબ ફિલ્ડિંગને કારણે મજાક ઉડાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, એક બોલ પર બેટ્સમેનને રન આઉટ કરવાની ઘણી તકો હતી, પરંતુ તેમ છતાં તે આઉટ થઈ શક્યો નહીં.
ખરાબ ફિલ્ડિંગ, ફિલ્ડરોની મજાક ઉડી
સીકેમ મદુરાઈ પેન્થર્સ પહેલા બેટિંગ કરવા આવ્યા. 20મી ઓવરમાં ગુર્જપનિત સિંહ અને એસ. રાજલિંગમ ક્રીઝ પર હતા. 5મી બોલ પર એક્સ્ટ્રા કવરમાં શોટ માર્યો, અશ્વિને બોલ પકડ્યો અને તેને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ફેંક્યો. જો બોલરે બોલ પકડ્યો હોત, તો તે સ્પષ્ટ રન આઉટ હોત, પરંતુ તે બોલ પકડી શક્યો નહીં.
આ પછી, તે જ બોલ બીજા ફિલ્ડરે પકડ્યો અને બેટિંગ એન્ડ પર ફેંક્યો, જોકે બેટ્સમેન પહોંચી ગયો હતો પરંતુ બોલ વિકેટ કીપરથી દૂર રહ્યો અને બેટ્સમેન ફરીથી બીજા રન માટે દોડ્યો. પછી ફિલ્ડરે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ફેંક્યો, આ પણ સ્પષ્ટ રન આઉટ હોત પરંતુ બોલર બોલ પકડી શક્યો નહીં. આ રીતે, નબળી ફિલ્ડિંગને કારણે, રન આઉટની 2 તકો બચી ગઈ અને 3 રન બન્યા. જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ફિલ્ડર્સ ખુબ મજા લઈ રહ્યા છે.
ડિંડીગુલ ડ્રેગન મેચ જીતી ગઈ
જોકે, આર અશ્વિનની ટીમે આ મેચ જીતી લીધી. સીકેમ મદુરાઈ પેન્થર્સે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 150 રન બનાવ્યા. જવાબમાં, ડિંડીગુલ ડ્રેગનની ટીમે ફક્ત 12.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. તેમની બેટિંગ જોઈને એવું લાગતું હતું કે જો લક્ષ્ય 250 હોય તો પણ ડિંડીગુલ જીતી ગઈ હોત. શિવમ સિંહે 41 બોલમાં અણનમ 86 રન બનાવ્યા, અશ્વિને 29 બોલમાં 49 રન બનાવ્યા, તે એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો.