India vs Australia, Expected Playing 11: ગુરુવારથી ચાલુ થઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવદામાં રમાશે. ભારતીય ટીમને ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં કાંગારુ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય ટીમ સીરીઝમાં પહેલાથી 2 મેચ જીતીને 2-1 લીડ બનાવી ચૂકી છે. હવે ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે જીત જરૂરી છે, તો બીજીબાજુ કાંગારુ ટીમને પણ સીરીઝમાં બરાબરી કરવા માટે જીતવુ જરૂરી છે. આવામાં બન્ને ટીમો અમદાવાદના ગ્રાઉન્ડ પર જીત માટે જોરદાર પ્રયાસ કરતી જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે, જ્યારે ભારતીય ટીમને જીત મળશે તો ફાઇનલની ટિક્કી પાક્કી કરવામા મદદ મળશે. જાણો અહીં ચોથી અંતિમ ટેસ્ટ જીતવા માટે ટીમ ઇન્ડિયામાં શું થઇ શકે છે ફેરફાર, કેવી હશે પ્લેઇંગ ઇલેવન......
શમીની વાપસી નક્કી -
ભારતીય ટીમનો ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી ઇન્દોર ટેસ્ટમાં ન હતો રમ્યો, પરંતુ હવે ટીમમાં ફેરફાર થઇ શકે છે, અને આગામી અમદાવાદ ટેસ્ટમાં ફાસ્ટ બૉલર શમીની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે. જો મોહમ્મદ શમીની અમદાવાદ ટેસ્ટમાં વાપસી થાય છે, તો મોહમ્મદ સિરાજને બહાર બેસવુ પડી શકે છે. ખાસ વાત છે કે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની હાર થઇ હતી, અને હવે ટીમ પર જીતનુ દબાણ વધી ગયુ છે. આવામાં અનુભવી સ્ટાર ફાસ્ટ બૉલર શમીની ટીમમાં વાપસી થવાથી ટીમને ફાયદો મળી શકે છે.
આ પણ થઇ શકે છે ફેરફાર -
મોહમ્મદ શમી ઉપરાંત ટીમમાં બીજો એક ફેરફાર પણ થઇ શકે છે. રિપોર્ટ છે કે, ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને મોકો આપવામાં આવી શકે છે. કિશનને ટીમમાં કેએસ ભરતની જગ્યાએ સામેલ કરવામાં આવી શકે છે. ખરેખરમાં કેએસ ભરત હજુ સુધી મળેલા મોકોને સાબિત નથી કરી શક્યો, આવામાં કૉચ અને કેપ્ટન ભરતને બાજુ પર રાખીને ઇશાન કિશનને મોકો આપવાનુ મન બનાવી શકે છે.
શું હોઇ શકે છે બન્નેની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન 11
ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, રવીચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયન ટીમ -
ઉસ્માન ખ્વાઝા/રેનેશૉ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), હેન્સ્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, કુહૂનમેન, નાથન લિયૉન, મિશેલ સ્ટાર્ક, મર્ફી.