(Source: ECI/ABP News/ABP Majha)
Team india Announced: ભારતે ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી, શિખર ધવનને મળી કમાન
IND vs BAN: BCCIએ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.
IND vs BAN: BCCIએ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. પસંદગી સમિતિએ શિખર ધવનને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. જ્યારે હાર્દિક પંડ્યા ટી20 સિરીઝમાં કેપ્ટન રહેશે. પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્માને સુકાનીપદ સોંપ્યું છે. આ વખતે ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ઉમરાન મલિક અને શાહબાઝ અહેમદ ટીમનો ભાગ છે.
ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડ ODI માટે ટીમ:
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (WK), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.
બાંગ્લાદેશ ODI માટે ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, યશ દયાલ
🚨NEWS: The All-India Senior Selection Committee has picked the squads for India’s upcoming series against New Zealand and Bangladesh.
— BCCI (@BCCI) October 31, 2022
ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ
ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.