South Africa Tour Of India: ભારતીય ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટી૨૦ શ્રેણી રમી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટી20 8 નવેમ્બરે વરસાદમાં ધોવાઇ ગઇ અને આ સાથે જ ભારતીય ટીમ સીરીઝ પર 2-1 થી કબજો કરી લીધો હતો અને ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી હતી. જોકે, પરત ફર્યાના થોડા જ દિવસો પછી, ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને ટી૨૦ શ્રેણી રમશે. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતની મુલાકાતે આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મેચ 14 નવેમ્બરના રોજ રમાશે.

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ દક્ષિણ આફ્રિકાની ટીમ બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. આ પ્રવાસ 14 નવેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી પહેલી મેચ - 14-18 નવેમ્બર, કોલકાતાબીજી ટેસ્ટ - 22-26 નવેમ્બર, ગુવાહાટી

ભારત-દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણીપહેલી મેચ - 30 નવેમ્બર, રાંચીબીજી મેચ - 3 ડિસેમ્બર, રાયપુરત્રીજી મેચ - 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ

ભારત-દક્ષિણ આફ્રિકા ટી20શ્રેણીપહેલી મેચ - 9 ડિસેમ્બર, કટકબીજી મેચ - 11  ડિસેમ્બર, ન્યુ ચંદીગઢત્રીજી મેચ - 14 ડિસેમ્બર, ધર્મશાલાચોથી મેચ - 17 ડિસેમ્બર, લખનૌપાંચમી મેચ - 19 ડિસેમ્બર, અમદાવાદ

ટેસ્ટ શ્રેણી માટેની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર અને વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશદીપ.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમવા માટે પ્રવાસે ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં ચાર ટી20 મેચ રમી છે, જેમાં 2-1થી આગળ છે. શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આજે પાંચમી અને છેલ્લી ટી20 મેચ રમાશે, જે નક્કી કરશે કે ભારત શ્રેણી જીત્યું કે ઓસ્ટ્રેલિયા ટી૨૦ શ્રેણી બરાબર કરવામાં સફળ રહ્યું.