Kedar Jadhav Retirement: ભારતી ટીમના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 39 વર્ષીય કેદારે 3 જૂન (સોમવારે) સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી. કેદારે બપોરે 3 વાગ્યે આ પોસ્ટ કર્યું. કેદારે ભારત માટે તેની છેલ્લી મેચ ફેબ્રુઆરી 2020માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.


કેદાર જાધવે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'મારી કારકિર્દી દરમિયાન પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.


કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કેદાર જાધવે ભારત માટે 73 ODI મેચ રમી જેમાં તેણે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 101.60 રહ્યો છે. કેદાર જાધવે વન ડેમાં 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.


કેદાર જાધવે વન ડે ઈન્ટરનેશનલમાં પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને 27 વિકેટ પણ લીધી. કેદાર જાધવે 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચથી તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. કુલ 9 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેદાર જાધવે 20.33ની એવરેજથી 122 રન બનાવ્યા છે.






દોસ્ત ધોનીના અંદાજમાં લીધો સંન્યાસ 
કેદારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ શેર કરી અને તેની નિવૃત્તિ વિશે માહિતી આપી. કેદારે તેની ક્રિકેટ કારકિર્દીની તસવીરો શેર કરી, જેમાં બેકગ્રાઉન્ડમાં ગીત 'જિંદગી કે સફર મેં...' વાગી રહ્યું છે. કેદારની નિવૃત્તિએ અમને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની યાદ અપાવી છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આવી જ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.






ત્યારબાદ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. મને 5:29 વાગ્યાથી નિવૃત્ત ગણો. ત્યારે ધોનીએ તેની કારકિર્દીની સોનેરી તસવીરો શેર કરી હતી અને તેનું પ્રિય ગીત 'મૈં પલ દો પલ કા શાયર હૂં' બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું.


 






-