અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની હાર, અભિષેક-સૂર્યા-હાર્દિક તમામ ફ્લોપ, 76 રને જીત્યું સાઉથ આફ્રિકા
પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા. જવાબમાં, ટીમ ઇન્ડિયા ફક્ત 111 રન જ બનાવી શકી. સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવીને બધાને ચોંકાવી દિધા છે.

India vs South Africa Highlights Super 8: સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવીને બધાને ચોંકાવી દિધા છે. મેદાન ભારતીય હતું, ચાહકો ભારતીય હતા અને પરિસ્થિતિઓ ટીમ ઇન્ડિયાને અનુકૂળ હતી છતાં દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા. જવાબમાં, ટીમ ઇન્ડિયા ફક્ત 111 રન જ બનાવી શકી.
ટીમ ઈન્ડિયાની કારમી હાર
188 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા પાવરપ્લેમાં ફક્ત 31 રન બનાવી શકી અને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા સતત ત્રણ વખત શૂન્ય રન પર આઉટ થયા બાદ દબાણમાં હતો. આ વખતે, તેણે પોતાનું ખાતું ખોલ્યું પરંતુ તે આઉટ ઓફ ટચ જોવા મળ્યો હતો. અભિષેક 12 બોલમાં ફક્ત 15 રન બનાવી શક્યો. તિલક વર્મા અને ઈશાન કિશન પણ નિષ્ફળ ગયા.
Statement win from South Africa 👊
The Proteas seal a crucial victory over co-hosts India in the #T20WorldCup Super 8 💥
📝: https://t.co/LiaV4FSoFf pic.twitter.com/IeHZ2gSRRs — ICC (@ICC) February 22, 2026
સૂર્યકુમાર યાદવ થોડીવાર ટકી રહ્યો, જ્યારે હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો. સ્કોર 88 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ભારતે આઠ વિકેટ ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ શરૂઆત મળી પરંતુ તે ફક્ત 11 રન જ બનાવી શક્યો.
શિવમ દુબેએ 42 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયા માટે ફક્ત શિવમ દુબે જ દક્ષિણ આફ્રિકાના બોલરોનો સામનો કરી શક્યો. તેણે 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેન સાઉથ આફ્રિકાની સામે ફ્લોપ સાબિત થયા હતા.
20 રનમા 3 વિકેટ, દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરવા આવતા દક્ષિણ આફ્રિકાએ 20 રન સુધી પહોંચતા પહેલા પોતાની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે મળીને 152 રન ઉમેર્યા. મિલરે 35 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 63 રન બનાવ્યા. બ્રેવિસે 29 બોલમાં 45 રન બનાવ્યા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 44 રનની તોફાની ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો.
188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઇશાન કિશનને પહેલી જ ઓવરમાં એડન માર્કરામ દ્વારા કોઈ રન બનાવ્યા વિના આઉટ કરવામાં આવ્યો. ત્યારબાદ માર્કો જોનસેને તિલક વર્માને આઉટ કર્યો, જે ફક્ત એક રન બનાવી શક્યો હતો. ચાહકોને આશા હતી કે સુપર 8 મેચમાં અભિષેક શર્મા ચમકશે, પરંતુ તેણે ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું. સતત ત્રણ મેચમાં શૂન્ય રન પર આઉટ થયેલા અભિષેક આઉટ થયા પહેલા ફક્ત 15 રન બનાવી શક્યો. શિવમ દુબેએ ઇનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઇનિંગની નવમી વિકેટ 42 રન બનાવીને આઉટ થયો, જ્યારે રિંકુ સિંહ પણ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો.




















