નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની સીરીઝની ત્રીજી મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમને ફરી એકવાર ખરાબ રીતે હારનનો સામનો કરવો પડ્યો. ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયામાં સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ પરંતુ મીડલ ઓર્ડરમાં કોિ ખાસ બેટ્સમેન રમી શક્યો નહીં. 


ત્રીજી ટી20માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમમાંથી કેપ્ટન કોહલીએ આઇપીએલમાં ધમાલ માચવારા સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ફરી એકવાર ટીમમાંથી કરી દીધો, રોહિતને ટીમમાં જગ્યાએ આપવા માટે સૂર્યકુમાર યાદવને બહાર કરાયો અને ટીમ ઇન્ડિયાનુ મીડલ ઓર્ડર બેટિંગ લથડી ગયુ હતુ. 


ટૉસ જીતીને ઇંગ્લેન્ડે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ મેચમાં ફરી એકવાર ઓપનર કેએલ રાહુલ શૂન્ય રને આઉટ થયો અને બાદમાં રોહિત, ઇશાન, પંત, અને અય્યર ફ્લૉપ સાબિત થયા. કેપ્ટન કોહીલની સાથે કોઇ ખેલાડી મોટી ભાગીદારી ના કરી શક્યુ આ કારણે ટીમ ઇન્ડિયા મોટો સ્કૉર ના બનાવી શકી. ટીમ ઇન્ડિયા 20 ઓવર રમીને 6 વિકેટના નુકશાને માત્ર 156 રન જ બનાવી શકી. 


બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ 158 રન કરીને મેચ જીતી લીધી, આ સાથે જ પાંચ ટી20 મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ થઇ ગયુ છે. 




યુવાઓ પર ટીમ ઇન્ડિયાની નજર.....
ટીમ ઇન્ડિયા માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરીઝ ખુબ મહત્વની છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતાના યુવા ખેલાડીઓને વધુમાં વધુ મોકો આપવા માગે છે. બીજી ટી20માં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ડેબ્યૂનો મોકો મળ્યો હતો. ઈશાન કિશને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જ્યારે આઈપીએલમાં પોતાની બેટિંગ દ્વારા વિરોધી ટીમ પર અનેક વખત ભારે પડનારા સૂર્યકુમાર યાદવને મોકો જ મળ્યો નહોતો. તેમ છતાં રોહિત શર્માને ટીમમાં સામેલ કરવા પર તેને કાઢી મુકવામાં આવ્યો હતો.


ખાલી સ્ટેડિયમમાં રમાશે સીરીઝની બાકીની મેચો....
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે સીરીઝની બાકીની તમામ મેચોમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો કર્યો છે કે હવે પછીની તમામ ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.