IND vs SA 3rd ODI Highlights:ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું. યશસ્વી જયસ્વાલે પોતાની કારકિર્દીની પહેલી સદી ફટકારી, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી. આ જીત સાથે, ભારતીય ટીમે 2-1 થી શ્રેણી જીતી લીધી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 61 બોલ બાકી રહેતા 9 વિકેટે મેચ જીતી લીધી.

Continues below advertisement

271 રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાએ ઉડતી શરૂઆત કરી. જયસ્વાલે શ્રેણીની પાછલી બે મેચમાં માત્ર 40 રન બનાવ્યા હતા. દબાણ હેઠળ, તેણે 75 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે રોહિત શર્મા સાથે 155 રનની ઓપનિંગ ભાગીદારી કરી. જયસ્વાલ આ મેચમાં 121 બોલમાં 116 રન બનાવી અણનમ રહ્યો. તેણે આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જયસ્વાલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન પણ બન્યો

રાંચીમાં રોહિત શર્માએ 57૭ રન બનાવ્યા. ત્યારબાદ તે બીજી વનડેમાં શરૂઆતમાં આઉટ થઈ ગયો, પરંતુ ત્રીજી વનડેમાં તેણે 75 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ, વિરાટ કોહલી મેદાન પર આવતાની સાથે જ ઝડપથી રન બનાવવા લાગ્યો. વિરાટ 45 બોલમાં 65 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા. જયસ્વાલ અને કોહલીએ 84 બોલમાં 116 રન બનાવ્યાં

Continues below advertisement

કુલદીપ યાદવે ઇતિહાસ રચ્યોઆ પહેલાં, કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઇતિહાસ રચ્યો હતો. તેણે મેચમાં ચાર વિકેટ લીધી હતી. હવે તે વનડે ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય બોલરો માટે સૌથી વધુ ચાર વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 11 વખત ચાર વિકેટ લીધી છે. ફક્ત અજિત અગરકર (12 વખત) અને મોહમ્મદ શમી (16 વખત) એ આ સિદ્ધિ વધુ વખત મેળવી છે. પ્રખ્યાત કૃષ્ણાએ પણ બોલ સાથે ચાર વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં 135 રન બનાવ્યા હતા, અને બીજી વનડેમાં પણ સદી ફટકારી હતી. તેણે ત્રીજી વનડેમાં 6 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે શ્રેણીની ત્રણ મેચમાં કુલ 302 રન બનાવ્યા હતા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તો નિર્ણાયક મેચમાં અણનમ 116 રન બનાવનાર યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.