Team India schedule till IPL 2025: ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે એક પણ ODI મેચ રમવાની નથી. જોકે, ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી-20 સિરીઝ રમશે. અહીં જાણો IPL 2025 સુધી ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ શું છે.
સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી-20 શ્રેણી
19 સપ્ટેમ્બરથી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં 19 થી 13 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 27મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર વચ્ચે કાનપુરમાં રમાવાની છે. જ્યારે ટી-20 મેચ 6 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 12 ઓક્ટોબરે રમાશે.
ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી
16 ઓક્ટોબરથી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી વાનખેડે ખાતે રમાશે.
દક્ષિણ આફ્રિકા સામે ચાર મેચની T20 શ્રેણી
ટીમ ઈન્ડિયા નવેમ્બરમાં ચાર મેચની T20 સીરીઝ માટે સાઉથ આફ્રિકા જશે. દક્ષિણ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા 8 નવેમ્બરે પહેલી T20, બીજી T20 10 નવેમ્બર, ત્રીજી T20 13 નવેમ્બર અને ચોથી T20 15 નવેમ્બરે રમશે.
ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી
ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. બીજી ટેસ્ટ 30 નવેમ્બરથી, ત્રીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી, ચોથી ટેસ્ટ 14 ડિસેમ્બરથી અને પાંચમી ટેસ્ટ 26 ડિસેમ્બરથી રમાશે.
ઈંગ્લેન્ડ સામેની શ્રેણી
22 જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની T20 શ્રેણી રમશે. પ્રથમ T20 22 જાન્યુઆરીથી, બીજી T20 25 જાન્યુઆરીથી, ત્રીજી T20 28 જાન્યુઆરીથી, ચોથી T20 31 જાન્યુઆરીથી અને પાંચમી T20 2 ફેબ્રુઆરીથી રમાશે.
ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. જોકે, 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાન જવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કોઈ અન્ય દેશમાં પોતાની મેચ રમી શકે છે.